તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શાકભાજીમાં રોકડના રોકેટને બદલે વિશ્વાસના વહાણે વેપાર

શાકભાજીમાં રોકડના રોકેટને બદલે વિશ્વાસના વહાણે વેપાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીમિતસંગ્રહ ક્ષમતા સાથેના શાકભાજીના વેપાર પર નોટબંધીની અવળી અસર થાય તે પહેલાં કચ્છના ખેડૂતોએ ખરીદનાર વેપારી કે બ્રોકર પર વિશ્વાસ રાખીને વેપાર કરવાનું ચાલુ રાખ્યું છે જેના કારણે અગાઉ ઉડતા રોકડના રોકેટનું સ્થાન વિશ્વાસના વહાણે લીધું છે. સમજૂતીમાં નાણા દૂધે ધોવાઇને પાછા આવશેજ તેવો ભરોસો રાખતા કિસાનો પૈકીના કેટલાકે જો જાય તો યે થોડી ઘણી ખોટ ખમવી પડશે તેમ કહ્યું હતું.

ભુજ તેમજ અંજારની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નોટબંધીના પગલે અનાજ અને કઠોળના સોદા મોટા ભાગે બંધ છે. બીજી બાજુ જેનું દૈનિક વેચાણ કર્યેજ છૂટકો થાય તેવા બકાલાની આવક પર ખાસ કોઇ અસર જોવા મળી નથી.

અંગે માધાપરના ધરતીપુત્ર બેચરભાઇ વોરાએ કહ્યું હતું કે, બકાલાનું સામાન્ય રીતે રોકડમાંજ વેચાણ થતું હોય છે તેવામાં સરકારે મોટી કરન્સી નોટો રદ્દ કરી દેતાં વેપારીઓ 500 અને 1000 રૂપિયાની કરન્સીમાં ચૂકવણુ થશે તેમ જણાવતા પણ અમારા માટે તેના નિકાલની સમસ્યા થતાં ઉધારીમાં ધંધો શરૂ કર્યો છે. જો કે, હવે નિયમિત ચૂકવણુ મળે છે તેમ તેમણે કહ્યું હતું.

ગોવિંદભાઇ વાઘડિયાના જણાવ્યા મુજબ હાલે 10 કે 12 દિવસ પહેલા વેચેલા શાકભાજીનો વેપારીઓ કે બ્રોકર હિસાબ કરે છે પરિણામે અગાઉ નાણાની પ્રવાહિતા હતી તેના પર થોડી અસર થઇ છે અને વિશ્વાસ રાખીને ઉધારે ધંધો કરવો પડે છે. સુખપરના એક ખેડૂતે નામ આપવાની શરતે એવી ભીતિ વ્યક્ત કરી હતી કે લાંબા સમયથી વેપાર કરી રહ્યા છીએ એટલે નાણા જાય તેવો કોઇ પ્રશ્નજ નથી તેમ છતાં કદાચ આવું થાય તો સામાન્ય નુક્સાન થઇ શકે.

આમ કચ્છમાં નોટબંધી પૂર્વે રોકડના રોકેટ રૂપે થતો શાકભાજીનો વેપાર હાલે વિશ્વાસના વહાણ પર ચાલી રહ્યો છે.

દુકાનદારોએ ખેત મજૂરોના ખાતાં શરૂ કર્યાં

વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા લોકોને જે તે ખેડૂતના ભરોસે દુકાનદારો ઉધારમાં માલ વેચી રહ્યા છે. કચ્છના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વર્તમાન સમયે સ્થિતિ છે. દૂધના ફેરિયાઓ પણ હાલે વિશ્વાસ રાખીને ખેત મજૂરો સાથે વ્યવહાર કરી રહ્યા છે.

નોટબંધી બાદ ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સમજૂતી થતાં ગાડું ગબડ્યું

કચ્છની બજાર સમિતિઓમાં બકાલું વેચાય છે પણ..

અન્ય સમાચારો પણ છે...