તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ફાઇનાન્સ કંપનીની પઠાણી ઉઘરાણી સામે ભુજમાં 5 હજાર મહિલાનો વિરોધ

ફાઇનાન્સ કંપનીની પઠાણી ઉઘરાણી સામે ભુજમાં 5 હજાર મહિલાનો વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંજનલક્ષ્મી અને પહલ ફાઇનાન્સ કંપની લોનની પઠાણી ઉઘરાણી કરતી હોવાના આક્ષેપ સાથે 5000 મહિલાએ વિરોધ નોંધાવ્યો છે અને આજે નાદારી સાથે લોનનો હપ્તો ભરવાની અસમર્થતા વ્યક્ત કરતું કલેક્ટરને આવેદન પત્ર આપવાના કાર્યક્રમની પણ માહિતી માધ્યમોને આપી હતી.

શહેરમાં જનલક્ષ્મી ફાઇનાન્સીયલ સર્વિસીસ લિ. અને પહલ ફાઇનાન્સે મહિલાઓને 20, 30 અને 40 હજાર રૂપિયાની લોન આપી હતી. લોન લેનારી 10-10 મહિલાના ગ્રૂપ બનાવ્યા હતા અને 10-10 મહિલાની ગ્રૂપ લીડર પાસે કંપનીના કર્મચારીઓ દર મહિને લોનના હપ્તાની રકમ વસૂલતી હતી, જેમાં 20 હજારની લોન લેનારી મહિલાને મહિને 1470નો, 30 હજારની લોન લેનારી મહિલાને 1720નો અને 40 હજારની લોન લેનારી મહિલાઓને 2170 રૂપિયાનો હપ્તો ચૂકવવાનો રહેતો હતો. 500-1000ની નોટ ચલણમાંથી રદ થયા બાદ ધંધા-રોજગારની રીતે મહિલાઓ આર્થિક કટોકટીમાં મૂકાઇ ગઇ હતી. જેથી રોકડ રકમ ભરી શકે તેમ હતી. આમ છતાં ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ પઠાણી ઉઘરાણી કરતા હતા. જે સામે સંજોગનગરની 5 હજાર મહિલાએ વિરોધ વ્યક્ત કરવા સોમવારે ખાસરાના મેદાનમાં ભેગી થઇ હતી. જેમણે નાદારી જાહેર કરવા સાથે હપ્તો ભરવા અસમર્થતા બતાવી હતી. આમ છતાં કંપની પઠાણી ઉઘરાણી કરતી હોવાથી કલેક્ટરને આવેદનપત્ર આપી લોન માફીની માગણી મૂકવા રજૂઆત કરવાના કાર્યક્રમની વિચારણા કરતી હતી.

કંપની ચેકથી નાણાં લેતી હોવાનો દાવો

મહિલાઓએજણાવ્યું હતું કે, કંપનીના માણસો ચેકથી લોનનો હપ્તો લેતા નથી. 100-100ની નોટોથી હપ્તો માગે છે. રોકડ મળ્યાની પાકી પહોંચ પણ આપતા નથી. એવું લાગે છે કે, મહિલાઓને મળેલી લોનની રકમ મળી હોવાનું બતાવી, આવેલી રોકડ રકમથી કાળું નાણું ભેગું કરાય છે.

આજે કલેક્ટરને આવેદનપત્ર આપી વ્યથા ઠાલવશે

અન્ય સમાચારો પણ છે...