તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં 400 પ્લોટધારકો માટે વેરિડ પ્રક્રિયા અંતે શરૂ

ભુજમાં 400 પ્લોટધારકો માટે વેરિડ પ્રક્રિયા અંતે શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજશહેર ભૂકંપ બાદ શહેરના અંદરના વિસ્તારમાં કુલ 8 ટીપી સ્કીમોનો સમાવેશ કરી શહેરમાં (ગામતળમાં) રહેતા મિલકતધારકો, પ્લોટધારકોને બે વિકલ્પ સરકાર તરફથી આપવામાં આવ્યા હતા. જે મુજબ 1 ગામતળ અંદર પુન: વસન અને 2 ગામતળની જમીન સરન્ડર કરી ગામ બહાર રીલોકેશન સાઇટો પર પુન: નિર્માણ કરવા પ્લોટોની ફાળવણી કરવામાં આવી.

વિનાશક ભૂકંપમાં ભુજ શહેરનું ગામતળ ધરાશાયી થઇ જતાં ભૂકંપગ્રસ્તોને ગામતળમાં વસાવવા માટે પ્લોટધારકોને સ્કીમ આધારિત અંતિમખંડો ‘વેરીડ’ કરીને આપ્યા હતા. અા સંખ્યા 400 જેટલી છે. આવા પ્લોટ ધારકોને વેરીડ કલીયર થઇ ફાઇનલ પ્લોટ મળે તે વર્ષોથી પ્રશ્ન પડતર રહેલો, જે ભાડા દ્વારા નિયમાનુસારની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. જેથી પ્લોટધારકો તે પોતાના પ્લોટ ઉપર બાંધકામ કરી શકે વેચાણ કરી શકે.

માટે ભાડા દ્વારા કામ માટે સિંગલ વિન્ડો શરૂ કરવામાં આવેલી છે. જે અરજદારો વેરીડ હુકમથી પ્લોટ ફાળવેલા હોય તેઓએ ભાડા ઓફિસમાં રૂબરૂ સંપર્ક કરી તેમના ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. ત્યારબાદ પ્રત્યેક ટીપી સ્કીમની વેરીડ સ્કીમની તૈયાર કરવાની નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જરૂરી જણાયે અરજદારનો સંપર્ક કરવામાં આવશે.

TP સ્કીમ નં. તારીખ

1 થી 3 28-29/11

4 30/11

5 01/12

6 02/12

7 05/12

8 06-07/11

બાંધકામ અને વેચાણની પ્રક્રિયામાં સરળતા ઊભી થશે

અન્ય સમાચારો પણ છે...