તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બેવડી મોસમની પરાકાષ્ટા : ભુજ સૌથી ગરમ, નલિયા સૌથી ઠંડું

બેવડી મોસમની પરાકાષ્ટા : ભુજ સૌથી ગરમ, નલિયા સૌથી ઠંડું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસેમ્બરનેઆડે માત્ર બે દિવસ બાકી છે, કારતક મહિનો પુરો થવા આવ્યો તેમ છતાં કચ્છમાં નલિયાને બાદ કરતાં શિયાળો જામવાના કોઇ આસાર નથી. સોમવારે બેવડી મોસમની પરાકાષ્ઠારૂપે ભુજ રાજયમાં સૌથી ગરમ અને નલિયા સર્વાધિક ઠંડુ મથક બની રહ્યું છે.

જિલ્લા મથકે બપોરે તાપમાનનો આંક 36.7 ડીગ્રીએ પહોંચી જતા શહેરીજનોએ અકળામણ અનુભવી હતી. લઘુતમ તાપમાન પણ 18 ડીગ્રી રહેતા રાત્રે ટાઢ વર્તાઇ હતી. શીતનગરી નલિયામાં ઓછામાં ઓછું ઉષ્ણતાપમાન 11.8 અને વધુમાં વધુ 33.4 ડીગ્રી નોંધાતા માત્ર 24 કલાકમાં પારાની 22 ડીગ્રી જેટલી અસામાન્ય ચડઉતર રહી હતી જેથી રાત્રે ગરમ વસ્ત્રો, ધાબળા અને તાપણાની આણ વર્તાઇ હતી. તો દિવસે પંખા ફરતા દેખાયા હતા. કંડલા એરપોર્ટમાં 33.6 અને લઘુતમ 15 ડીગ્રી તેમજ પોર્ટમાં મહતમ 33.9 અને લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજની હવામાન કચેરીના વર્તારા પ્રમાણે સપ્તાહમાં ઉષ્ણતાપમાન હજુ પણ 17થી 18 ડીગ્રી રહેવાની સ઼ભાવના હોવાથી હજુ ટાઢ પડશે નહી, જયારે દિવસનું તાપમાન ઘટીને 34થી 32 ડીગ્રી પહોંચતા ઉકળાટ રાહત વર્તાવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...