તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાર એસો. પ્રમુખની ચૂંટણીમાં સિનિયર વકીલો આમને સામને

બાર એસો. પ્રમુખની ચૂંટણીમાં સિનિયર વકીલો આમને-સામને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીબે વર્ષ 2016-17 અને 2017-18 માટે ભુજ બાર એસોસિયેશનની ગત એપ્રિલ મહિનામાં ચૂંટણી મુલતવી રહ્યા બાદ 12 ડિસેમ્બરે યોજાવાની છે, ત્યારે પ્રમુખની દાવેદારી માટે સિનિયર વકીલો મેદાનમાં આમને-સામને આવશે.

ચૂંટણીની પ્રક્રિયા માટે અધ્યક્ષ વરિષ્ઠ ધારાશાસ્રી બહાદૂરસિંહ જાડેજાએ કમિટીની રચાના કરી છે, જેમાં દેવરાજભાઇ ગઢવી, જે.કે. ઠક્કર, અમીરઅલીભાઇ લોઢિયા તથા સુભાષભાઇ ડી. વોરાને નિમવામાં આવ્યા છે, 12 ડિસેમ્બરે યોજાનારી બાર એસોસિયેશનની ચૂંટણીમાં એક પ્રમુખ, બે ઉપપ્રમુખ, મંત્રી એક અને બે સહમંત્રી, એક ટ્રેઝરર સહિત 7 હોદ્દેદારો અને 12 કારોબારી સભ્યોની ઉમેદવારી સાથે 19 જણ મેદાનમાં ઉતરશે. ઉમેદવારી નોંધાવવાના ફોર્મ 24 અને 25 નવેમ્બરના ફોર્મ મેળવવી અને 27-28 નવેમ્બર સુધી ચૂંટણી અધિકારી ડી.એન. વૈદ્ય તથા સુભાષભાઇ વોરા પાસે જમા કરાવવાના રહેશે, આમ તો દર વર્ષે સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રીઓ વચ્ચે રસાકસીભરી રહેતી બાર એસોસિયેશનની ચૂંટણીમાં વખતે પ્રમુખની દાવેદારી માટે સિનિયરો આમને-સામને બાથ ભીડી ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું.

ઉમેદવારી માટે 103 ફોર્મ ઉપડ્યા ભારેલું જમા થયું એક

બારએસોસિયેશનની રસાકસી ભરેલી ચૂંટણીમાં ઉમેદવારી માટેના ફોર્મ 103 ઉપડ્યા, પરંતુ સોમવાર સુધી એક ફોર્મ ભરાયું હતું.

7 હોદ્દેદારો અને 12 કારોબારી સભ્યો સહિત 19 જણ મેદાનમાં ઉતરશે

ગત એપ્રિલમાં મુલતવી રહેલી ચૂંટણી 12 ડિસેમ્બરે યોજાશે

અન્ય સમાચારો પણ છે...