તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીમાં મેકેનીકે કર્યો ગેરેજમાં આપઘાત

માંડવીમાં મેકેનીકે કર્યો ગેરેજમાં આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીશહેરમાં આવલા સાંજપડી વિસ્તારમાં આધેડએ રવિવારે સવારે તેમની પોતાની ગેરેજમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોકનું મોજુ ફરીવળ્યું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના મચ્છીપીઠ જમાતખાના પાસે રહેતા અને સાંજીપડી વિસ્તારમાં રઝાક ઓટો ગેરેજ નામની દુકાન ધરાવતા અબ્દુલ રઝાક મામદ ખત્રી(ઉ.વ.48)એ રવિવારે સવારે 9 :45 વાગે કોઇ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી બનાવની પોલીસમાં હતભાગીના મોટાભાઇ અબદુલ શકુરમામદ ખત્રીએ જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી માંડવી પોલીસના એએસઆઇ ભુરાભાઇ વલવાઇએ આપઘાત કર્યા પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.આ બનાવના પગલે મૃતકના પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...