તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીમાં બસ ઉભી રાખવાના મુદ્દે પ્રવાસી પરિવાર ડ્રાઇવર બાખડ્યા

માંડવીમાં બસ ઉભી રાખવાના મુદ્દે પ્રવાસી પરિવાર-ડ્રાઇવર બાખડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીથીભુજ આવતી એસ.ટી.બસના ચાલકે સામેથી આવતા પેસેન્જરોને નજર અંદાજ કરી બસ ઉભી રખાતા જૈન પરિવારના સભ્યોએ એસ.ટી.ને ઓવરટેક કરી બસ થોભાવી તેમાં બેસવા માટે માંગ કરતા બસ ચાલક અને પેસેન્જર વચ્ચે મામલો બિચક્યો હતો અને વાત વધી જતા પોલીસને દરમ્યાનગીરી કરવાની ફરજ પડી હતી.

સાંજે વાગે માંડવીથી ભુજ આવતી ઇન્ટરસીટી 6755 (રાજધાની) બસના ડ્રાયવરે સામેથી આવતા જૈન પરીવાર દ્વારા હાથ ઉંચો કરી બસ રોકવા જણાવ્યું હતું. પરંતુ ડ્રાયવરે આમ કરતા ‘હાથ ઉંચો કરો બસમાં બેસો’ના જી.આર.નો છેદ ઉડી ગયો હતો.

બાદમાં પેસેન્જરના સંબધીએ બસનો પીછો કરી બસ ઉભી રખાવતા ડ્રાયવરને મહિલા પ્રવાસી વચ્ચે ચકમક ઝરી હતી અને લગભગ અડધો કલાક ટ્રાફીક જામ થઇ ગયો હતો અને બાબતની જાણ થતા પોલીસવેન ઘટના સ્થળે ઘસી ગઇ હતી અને મામલો થાળે પાડ્યો હતો.

ભોગ બનનાર ધીરજ સંઘવીએ અંગે ફરીયાદ કરવાનું ટાળી ચાલકને ક્ષમા આપી હતી. પરંતુ અંગે બસ જ્યારે ભુજ પહોંચી ત્યારે તેના ડ્રાયવરે પોતાને ભુજ પાસેના શિવપારસ મંદિર પાસે અગાઉથી ઉભેલા ધીરજભાઇના પરીચીતો દ્વારા માર મરાયાનો પ્રતિ આક્ષેપ કર્યો હતો.

માંડવીમાં બસને ઓવરટેક કરી ઉભી રખાવ્યા પછી તકરાર થતાં ટ્રાફિક જામ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...