તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માતૃછાયા વિદ્યાલયની હેન્ડબોલ ટીમે જિલ્લાને અપાવ્યો ગોલ્ડ મેડલ

માતૃછાયા વિદ્યાલયની હેન્ડબોલ ટીમે જિલ્લાને અપાવ્યો ગોલ્ડ મેડલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજનીમાતૃછાયા કન્યા વિદ્યાલયની હેન્ડબોલ ટીમે અન્ડર 13, અન્ડર 16 અને ઓપન વિભાગમાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. વિજેતા ટીમોને રાજ્યકક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધામાં બનાસકાંઠાના દિયોદર મુકામે રાજ્યકક્ષાની સ્પર્ધા રમવા ગઇ હતી, જ્યાં અન્ડર-16ની ટીમ સમગ્ર રાજ્યમાં વિજેતા થઇ હતી અને કચ્છ જિલ્લાને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ટીમમાં પટેલ મહિમા, ગોસ્વામી દેવાંશી, રૂપલિયા ભક્તિ, ડુડીયા મહિમા, ગોરસિયા ખુશી, વાઘજિયાણી સંગીતા, સોરઠીયા પલક, ભાનુશાલી સપના, વોંધિયા સાહિન, છાભૈયા બંસી વગેરેએ ભાગ લીધો હતો. ઉપરાંત ઓપન વિભાગની બહેનોની સ્પર્ધામાં પણ રાજ્યની ટીમોને હરાવી માતૃછાયા કન્યા વિદ્યાલયની ખેલાડીઓએ સતત બીજો ગોલ્ડ મેડલ જીતી હતી. ટીમમાં ખેતાણી જીનલ, મેપાણી રસીલા, ધંધુકીયા હિમાંશી, ગઢવી મીરાં, સોરઠીયા ધારા, નાકરાણી અવની, હિરાણી વંશુ, નાકરાણી પ્રેરણા, ચૌધરી યાદવી, રૂપાલિયા દિવ્યા, ઠક્કર શ્રદ્ધા વગેરે ખેલાડીઓ રમ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...