તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લામાં અપમૃત્યુના બનાવોમાં 5 જિંદગીઓ પર લાગ્યું પૂર્ણવિરામ

જિલ્લામાં અપમૃત્યુના બનાવોમાં 5 જિંદગીઓ પર લાગ્યું પૂર્ણવિરામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમોતના જુદા-જુદા બનાવોમાં 5 જિંદગીઓ હોમાઇ ગઇ હતી. ધાવડામાં યુવાને ભુલથી ઝેરી પાણી પી લીધું હતું, તો હમલા-મંજલમાં આધેડ છત પરથી પટકાયા હતા, ગાંધીધામનો ગુમ થયેલો યુવાન ડુબી ગયો હોવાનું સામે આવ્યું હતું, જ્યારે અંજાર ખાતે છત પરથી પડેલા યુવાને જાન ગુમાવ્યો હતો, તો મેઘપર-બોરીચીમાં દાઝેલા તરૂણે જાન ગુમાવ્યો હતો. બનાવ સંબંધે હકુમત હેઠળના પોલીસ સ્ટેશનોમાં અકસ્માત મોતના ગુના દર્જ કરવામાં આવ્યા હતા.

નખત્રાણા તાલુકાના ધાવડા ખાતે ગત 24/2ના સાસરે પત્નીને લેવા આવેલો યુવાન વેરશી સુમાર મહેશ્વરી (ઉ.25, રહે. નરા, તા. લખપત) લોટામાં પડેલું પ્રવાહી, પાણી માનીને પી જતાં તેને ગંભીર અસરો થઇ હતી જેને તાત્કાલીક સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું 27/2ના સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ સંબંધે ડો. ગોસ્વામીએ પોલીસને જાણ કરી હતી.

અકસ્માત મોતના બીજા બનાવમાં માંડવી તાલુકાના હમલા-મંજલ ખાતે આશાપુરા કંપનીમાં પતરાના શેડ પર કામ કરતા બુધાભાઇ ચતરાભાઇ વેગડ (ઉ.47, મૂળ રહે. ભાવનગર, હાલે હમલા-મંજલ) નામના આધેડ છત ઉપરથી પટકાતાં માથામાં અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. હતભાગીને તરત ભુજ ખાતે જી.કે. જનરલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

અપમૃત્યુના વધુ એક બનાવમાં ગાંધીધામના ભારતનગરમાંથી પાંચ દિવસ પહેલાં ગુમ થયેલા યુવાન અસીમલ ઠાકરરામ (ઉ.26)નો મૃતદેહ આદિપુર ખાતે ટીમ્સ કોલેજની બાજુમાં આવેલા તળાવમાંથી મળી આવ્યો હતો. બનાવ અકસ્માતનો છે કે કેમ તેની તપાસ પોલીસે હાથ ધરી હતી. દરમિયાન, અકસ્માત મોતનો ગુનો હાલ તુરંત નોંધવામાં આવ્યો હતો.

તો અંજાર ખાતે રામદેવનગરમાં રહેતા યુવાન ગત 27/2ના છત પરથી પડી જતાં તેને અત્રેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયામ તેનું મોત થયું હતું.

અંજારની બાજુમાં આવેલા મેઘપર-બોરીચી ખાતે પોતાના ઘરે દાઝી જનારા તરૂણ પ્રતિભાસિંગ વિજયસિંગ (ઉ.13)નું સારવાર દરમિયાન પ્રાણપંખેરૂં ઉડી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...