તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમની ઐસી-તૈસી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સરકારના પોલીસ વિભાગે ચાલુ વાહને મોબાઇલ પર વાતચીત કરવાના દંડ સ્વરૂપે રૂપિયા હજાર ફેબ્રુઆરી મહિનાની 14 તારીખથી નિયત કર્યા છે, છતાં પણ હજુ લોકોનું વાહન ડ્રાઇવ કરતાં-કરતાં મોબાઇલ રિસીવ કરવાનું વળગણ છૂટ્યું નથી. સર્કલ પર જ્યાં ટ્રાફિક પોલીસ ફરજ બજાવે છે, ત્યાં લોકો વાત કરવાનું ટાળે છે, પરંતુ અન્ય રસ્તાઓ પર હજુ પણ મોટાભાગના વાહનચાલકો નિયમને અવગણીને મોબાઇલ પર વાત કરતા દેખાય છે.રોજના છે.ભુજના જ્યુબિલી સર્કલ, વાણિયાવાડ સર્કલ જેવા મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક પોલીસની સતત હાજરી હોતાં ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા ખચકાતા વાહન ચાલકો અન્ય રસ્તાઓ પર બિન્ધાસ્ત વાતો કરે છે. જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સપેકટર વી.કે.ગઢવીના જણાવ્યા મુજબ ભુજમાં હજુ સુધી 25 જેટલા નિયમ ભંગ બદલ દંડ કરાયા છે. જોકે, પકડાતા મોટા ભાગના નિયમ ભંગ કરનારા લાગતા વળગતાના ફોન કરાવી દંડ ભરતા નથી. } તસવીર: પ્રકાશ ભટ્ટ

‌~ 1000 દંડ કરાયો, પણ ભય કોઇ ને નહીં !

અન્ય સમાચારો પણ છે...