તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છમાં આજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં આજે

મારૂતિ પ્લોટ મહિલા મંડળની બેઠક

તા.28/2નાસાંજે 5 કલાકે ગણેશ ચોક મધ્યે 8મી માર્ચ મહિલા દિનની ઉજવણી અંતર્ગત તેમજ મહાશિવરાત્રિના રોજ હિન્દુ સનાતન મહિલા રેલીનું આયોજન હેતુ ચર્ચા-વિચારણા માટે અગત્યની મીટીંગ રાખેલ હોઇ, તમામ સભ્ય બહેનોએ હાજર રહેવું.

લોહાણામહાજન દ્વારા પાઠ્ય પુસ્તક વિતરણ

શિક્ષણસમિતિ દ્વારા જ્ઞાતિના કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તક અનિવાર્ય સંજોગો વસતા તા.28/2 રવિવારના બદલે તા.2/3ના સાંજે 6 થી 7 શિક્ષણ સમિતિ કાર્યાલયમાં અપાશે. સંપર્ક 9427211212નો કરવો.

મ.કા.ચા.મોઢબ્રાહ્મણ મોઢેશ્વરી મહિલા મંડળ

તા.8/5નાજ્ઞાતિજનોના બાળકો માટે સમૂહ યજ્ઞોપવિત અને જનોઇ આયોજનમાં જોડાવા ઇચ્છતા યજમાનોએ તા.10/3 સુધીમાં રકમ ભરપાઇ કરી જવી. અરૂણાબેન મહેશચંદ્ર પંડ્યા 9429342344નો સંપર્ક કરવો.

સત્યમદ્વારા મોરારજી દેસાઇની જન્મદિને દોડ સ્પર્ધા

તા.29/2નાભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઇના જન્મદિન નિમિત્તે બાળકો માટે દોડ સ્પર્ધાનું આયોજન. ભાગ લેવા ઇચ્છુકોએ નરસિંહમહેતા નગર, દર્શક અંતાણી 9925170526નો સંપર્ક કરવો.

રામકૃષ્ણયુવક મંડળ દ્વારા હોસ્પિટલમાં ફળનું વિતરણ

તા.28/2નાસવારે 10 કલાકે જી.કે.જનરલ હોસ્પિટલમાં ફળ, દવા અને બિસ્કિટનું વિતરણ કરાશે.

જાહેરતકરીર ‘સિદીકે અકબરના જીવનચરિત્ર’ પર

તા.28/2નાજાહેર તકરીર પ્રોગ્રામનું આયોજન, સિદીકે અકબરના જીવન ચરિત્ર પર તકરીર, ગુલશને મોહંમદી કમિટી, હુસૈની ચોક, મેન્ટલ હોસ્પિટલ બાજુમાં, ભુજ મધ્યે.

લેવાપટેલ કન્યા વિદ્યાલયમાં રેવન્યુ તલાટી પરીક્ષા અંગે

શાળામાંરેવન્યુ તલાટી (વર્ગ-3)ના પરીક્ષા કેન્દ્ર ખાતે દરેક પરીક્ષાર્થીએ ઘનશ્યામનગર, ઘાસવાળી વંડીની બાજુવાળા પ્રવેશ દ્વારથી પ્રવેશ મેળવવો.

એક્યુપ્રેસરનિ:શુલ્ક સારવાર કેમ્પ

તા.29/2નાજાયનટ્સ હોલ, હોસ્પિટલ રોડ, ભુજ મધ્યે સાંજે 5 થી 6:30 દરમિયાન નિ:શુલ્ક એક્યુપ્રેસર સારવાર.

ઇન્ડિયનપ્લેનેટરી સોસાયટી દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી

ખેંગારપાર્કબાલભવન ખાતે તા.28/2ના સવારે 11 થી 1 દરમિયાન રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે કિશન ઠક્કર દ્વારા આવો જાણીએ આકાશમાં હવાઇ જહાજ કેવી રીતે ઉડે છેω વિષય પર પ્રેઝન્ટેશનનો કાર્યક્રમ.

માધાપરમહાવીર ખીચડી ઘર દ્વારા ફ્રુટનું વિતરણ

જૈનસંઘ સંચાલિત મહાવીર ખીચડી ઘર અંતર્ગત દર રવિવારે ઝુંપડપટ્ટી અને શ્રમજીવી વિસ્તારોમાં પૌષ્ટિક ભોજન અને ફ્રુટનું વિતરણ કરાશે.

અંજારમાંગૌષે આઝમ ઉત્સવ

તા.28/2નારાત્રે ઇશા નમાજ બાદ તકરીર ઓલાદે મહેબુબશા મોતીંયોવાલેનું અબ્દ્રેમાનશા બાપુની દરગાહ સામે, હેમલાઇ વિસ્તાર, અંજાર મધ્યે.

સ્વામીવિવેકાનંદ વિદ્યાલય

માર્ચ2016ની બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ધો.10 અને 12 (વિજ્ઞાન/સામાન્ય પ્રવાહ)ના રેગ્યુલર, રીપીટર, પૃથ્થક, ખાનગી તેમજ ખાનગી રીપીટર વિદ્યાર્થીઓએ શાળા સમય દરમિયાન રસીદ મેળવી લેવી.

અન્ય સમાચારો પણ છે...