તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજથી જેસલમેર 650 કિ.મીની સાઇકલ સાહસ અભિયાન પ્રારંભ

ભુજથી જેસલમેર 650 કિ.મીની સાઇકલ સાહસ અભિયાન પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્મીના1846માં સ્થાપાયેલી ફોર મેકર્ન્સ રેજીમેન્ટના પ્રથમ વિશ્વ યુદ્ધના 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભુજથી જેસલમેર આર્મીના જવાનોની સાઇકલ સાહસિક અભિયાનનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત રવિવારે સવારે ભુજથી આર્મીના 16 જવાનો જેસલમેર જવા માટે રવાના થયા હતા.

ભારતની આઝાદીથી પણ 110 વર્ષ પહેલાં શરૂ થયેલી આર્મીની ફોર મેકર્ન્સ રેજીમેન્ટ અત્યાર સુધીમાં અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. રેજીમેન્ટ મૂળ જેસલમેરમાં મુખ્ય મથક ધરાવે છે. કચ્છથી રાજસ્થાન સુધીની સાહસયાત્રામાં આર્મીના જવાનો લોકોમાં આર્મીની કાર્યવાહી, શૂરવીરતા અને કાર્યપ્રણાલી વિશે સમજણ આપશે. અંગે વધુ જણાવતા મેજર યદુવેન્દ્રસિંહે કહ્યું હતું કે, સરહદ નજીક ગામોમાં દેશભક્તિ અને પ્રેમની ભાવના જાગૃત કરાશે. રવિવારે સવારે ભુજના સ્ટેશન રોડ પરથી રવિ પ્લાયવુડના શાંતિભાઇના હસ્તે ફ્લેગ ઓફ દ્વારા સાહસ અભિયાન શરૂ થયું હતું. અગાઉ ભારતની પ્રતિકૃતિની કેક કટિંગ કરી અને પ્રસંગ ઉજવ્યો હતો.

અાર્મીના 16 ઝાબાજ જવાનોએ ભુજથી જેસલમેરની સાઇકલ સાહસયાત્રાનો પ્રસ્થાન કર્યું ત્યારનું દૃશ્ય.

અન્ય સમાચારો પણ છે...