તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં સુધરાઇના ટ્રેકટરે મહિલાને અડફેટે લેતા ગંભીર

ભુજમાં સુધરાઇના ટ્રેકટરે મહિલાને અડફેટે લેતા ગંભીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંગુરુવારે બપોરે સુધરાઇના ટ્રેકટરે માનકુવાની મહિલા ચાલકને અડફેટે લીધી હતી. જેને ગંભીર ઇજાઓ થતા ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

ભુજ તાલુકાના માનકુવા ગામના નવાવાસમાં રહેતા નિબુબેન શિવજી પ્રેમજી ગોરસિયા તેમની માતા સુંદરબેનને એક્ટિવા નં. જી.જે.12 સીઇ 6011 પર બેસાડી જઇ રહ્યા હતા ત્યારે રઘુવંશી ચોકડી પાસે આવેલા હરસિદ્ધિનગર પાસે પાછળથી આવી રહેલા સુધરાઇના ટેન્કરથી પાણી પહોંચાડતા ટ્રેકટર જી.જે.12 જી. 6084ના ચાલક હિરા મહેશ્વરીએ ટક્કર મારી હતી. જેથી એક્ટિવાની પાછળ બેઠેલા સુંદરબેનને પેટના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેમને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...