તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અંજારના ફરજ મોકૂફ આચાર્યને પુન: સમાવી લેવા કરાઈ રજૂઆત

અંજારના ફરજ મોકૂફ આચાર્યને પુન: સમાવી લેવા કરાઈ રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારનીમાધ્યમિક શાળાના આચાર્યને ગત જૂન માસમાં કોઇ નોટિસ આપ્યા વિના ફરજ મોકૂફ કરી દેવાતાં તેમણે આપેલી આમરણ ઉપવાસની ચીમકીને ટેકો આપતા કેટલાક દલિત આગેવાનોએ નગર પ્રમુખને પાઠવેલાં આવેદનપત્રમાં આચાર્યને પુન: ફરજ પર લેવાની માંગ કરી હતી.

અંજારમાં પ્રથમવાર અનુસૂચિત જાતિના આચાર્ય બનેલા કે.એસ. સિંધવને કોઇપણ નોટિસ આપ્ય વિના 30 જૂન 2015ના ફરજ મોકૂફ કરાયા બાદ સંચાલક મંડળે કાયદાકીય જોગવાઇનું પાલન કર્યું હોવાનું જણાતાં જિલ્લા શિક્ષણાધિકારીએ ચાલુ માસની 11 તારીખે ફરજ મોકૂફીનો હુકમ રદ્દ કર્યો હતો તેમ છતાં સુધરાઇ પ્રમુખે આચાર્યને પુન: હાજર થવાનો આદેશ કર્યો નથી તેવી રજૂઆત કરતાં આગેવાનોએ ઉમેર્યું હતું કે, આના પરથી અનુસૂચિત જાતિ વિરૂદ્ધ વલણ અપનાવાતું હોવાનું સ્પષ્ટ થાય છે. ન્યાય મેળવવા આચાર્ય દ્વારા તા. 1/3થી સુધરાઇ કચેરી સામે આમરણ અનશનની લડત ચલાવવા જાહેરાત કરી છે, તેને ટેકો આપતાં જખુભાઇ મહેશ્વરી, માવજી ડુંગરિયા, મનજી પરમાર સહિતના 30 આગેવાનોએ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી માટે માંગ કરી હતી. નગર પ્રમુખ પુષ્પાબેન ટાંકે ટૂંક સમયમાં ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...