તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લખપતનો ઐતિહાસિક કિલ્લો માગે છે મરંમત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખપતનો ઐતિહાસિક કિલ્લો માગે છે મરંમત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છનાપશ્ચિમ છેડે આવેલા લખપતમાં ઐતિહાસિક વારસાની ઝાંખી આપતો વિશાળ કિલ્લો આવેલો છે. જેના નિર્માણને સદીઓ થતાં આજે જર્જરિત અવસ્થામાં છે.

સ્થાપત્યની મરંમત જરૂરી છે તેમ એનવાયર્મેન્ટ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના લિયાકતઅલી નોતિયારે કલેક્ટરને એક પત્ર દ્વારા રજૂઆત કરી છે. ઐતિહાસિક કિલ્લો 1801માં બાંધવામાં આવ્યો હતો. જેને સંપૂર્ણ તૈયાર કરતા 7 વર્ષ લાગ્યા હતા. 215 વર્ષની થપાટો ખાઇને ઉભેલી ઈમારત હવે મરંમત માગે છે.

ઇતિહાસ પર નજર નાખીએ, તો 1801ના સમયે રાવ રાયધણજીએ લખપતની સુરક્ષા માટે તે સમયના કચ્છના સેનાપતિ જમાદાર ફતેહમામદ નોતિયારને કિલ્લો બાંધવાનું સુચન આપ્યું હતું. સેનાપતિએ સેનાના બળે કિલ્લો બંધાવ્યો હતો. લખપત જાહોજલાલીવાળું બંદર હતું અને સરહદે આવેલું હોવાથી કોઇ નાપાક હરકત થાય એટલે કે સિંધ કે કરાંચી ચડાઇ કરે તેવા આશયથી લખપતની સુરક્ષા માટે કિલ્લો બનાવવામાં આવ્યો હતો. જાજરમાન કિલ્લો 215 વર્ષથી એનેક ભૂકંપ, વરસાદ અને વાવાઝોડા સહન કરી અડીખમ ઉભો છે. કોઇ પણ પ્રકારનું સમારકામ અહીં કરવામાં આવ્યું નથી. તંત્ર દ્વારા વર્ષોથી ઉપેક્ષિત છે. કિલ્લો 2001ના વિનાશક ભૂકંપમાં ઘણી જગ્યાએથી તૂટી ગયો છે, ઉપરના ભાગેથી પથ્થરો પડે છે. બે વર્ષ પહેલાં કિલ્લાની શોભાની કલગી સમાન મુખ્ય પ્રવેશદ્વાર ભુજવાળું નાકું સંપૂર્ણ ધરાશાયી થઇ ગયું છે, આથી કિલ્લાની શોભાને ઝાંખપ લાગી છે. લખપત પ્રવાસનમાં પણ આગળ વધ્યું છે.

પ્રવાસીઓ અહીં ઐતિહાસિક ધરોહર જોવા આવે છે. કિલ્લાની સુંદરતા અને બાંધકામ પ્રવાસીઓને વધારે આકર્ષે છે. કેટલીક ફિલ્મો, ડોક્યુમેન્ટરી ફિલ્મોના શૂટિંગ અને ફોટોગ્રાફીના લોકેશન માટે પણ લખપત હબ બન્યું છે. તંત્ર જવાબદારી સમજી ઐતિહાસિક વારસાની મરંમત કરે તે જરૂરી છે.

ભૂકંપમાં જર્જરીત બનેલો લખપતનો ઐતિહાસિક કિલ્લો નજરે પડે છે.

1801માં સેનાપતિ ફતેહમામદ જમાદારે સેનાના બળે સ્થાપત્ય બનાવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો