• Gujarati News
  • National
  • ટપ્પર ડેમની આશા પર સરકારે ‘પાણી’ ફેરવ્યું વધુમાં વધુ 400 મિલીયન કયુબિક પાણી આપશે

ટપ્પર ડેમની આશા પર સરકારે ‘પાણી’ ફેરવ્યું વધુમાં વધુ 400 મિલીયન કયુબિક પાણી આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્તમાન ચોમાસામાં રાજયમાં સારો વરસાદ વરસ્યો હોવા છતાં નર્મદાના ઉપરવાસમાં થયેલા ઓછા વરસાદના કારણે કચ્છ સહિત રાજયની જિવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સુકાઇ જતાં સમગ્ર ગુજરાતમાં જળસંકટની સ્થિતીનું સર્જન થયું છે. ત્યારે કચ્છમાં તો જળસંકટની સ્થિતી વધુ ઘેરી બને તેવા એંઘાણ સર્જાયા છે. ઉનાળામાં નર્મદા નીરથી ટપ્પર ડેમ ભરાશે તો કચ્છમાં પીવાના પાણીનું સંકટ હળવું બનવાની આશા પર ખુદ રાજય સરકારે પાણી ફેરવી નાખ્યું છે.

સિંચાઇ વિભાગના સતાવાર સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર ઉનાળામાં સર્જાનાર જળસંકટની સંભવીત સ્થિતીને ધ્યાને લઇ તાજેતરમાંજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજયની સાથે કચ્છની સંભવીત જળસંકટની સર્જાનારી સ્થિતીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કચ્છ માટે આંચકાજનક ગણી શકાય તેવી બાબત એ સામે આવી હતી કે રાજય સરકારે ટપ્પર ડેમમાં માંગણી મુજબનો જથ્થો ફાળવવાની વાતને સ્પષ્ટ શબ્દોમાં નકારી દીધી હતી.

સ્થાનિકેથી એવી માંગણી રાજયસ્તરે મુકાઇ હતી કે જો ટપ્પર ડેમમાં 800 મિલીયન કયુબિક ફીટ પાણી ઠાલવવામાં આવે તો ઉનાળાના દિવસોમાં કચ્છમાં કમસે કમ પીવાના પાણીના સ઼કટને થોડા ઘણા અંશે ટાળી શકાય તેમ છે. જોકે ઉપરથી

પાણીનો જથ્થો પ્રાપ્ય ન થતો હોવાના કારણે ટપ્પર ડેમમાં

...અનુસંધાન પાના નં.13વધુમાં વધુ 400 મિલીયન કયુબિક ફીટ પાણીજ આપી શકાય તેમ છે. આમ રાજય સરકરાની આ વાતથી 50 ટકાથી વધુનો કાપ તો આગોતરો જ મુકાઇ ગયો છે.

આ બાબતે સિંચાઇ વિભાગના સુપ્રીટેન્ડન્ટ ઇજનેર એન.એમ.કોટવાલને પુછતાં તેમણે આ બાબતને સમર્થન આપી હવે સ્થાનિક સોર્સ સહિતના અન્ય વૈકલ્પીક ઉપાયો પર જ આધાર રાખવો પડશેે.

પાણીજ કયાં છે કે તમને આપીએ !વર્તમાન ચોમાસામાં રાજયમાં સારો વરસાદ વરસ્યો હોવા છતાં નર્મદાના ઉપરવાસમાં થયેલા ઓછા વરસાદના કારણે કચ્છ સહિત રાજયની જિવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સુકાઇ જતાં સમગ્ર ગુજરાતમાં જળસંકટની સ્થિતીનું સર્જન થયું છે. ત્યારે કચ્છમાં તો જળસંકટની સ્થિતી વધુ ઘેરી બને તેવા એંઘાણ સર્જાયા છે. ઉનાળામાં નર્મદા નીરથી ટપ્પર ડેમ ભરાશે તો કચ્છમાં પીવાના પાણીનું સંકટ હળવું બનવાની આશા પર ખુદ રાજય સરકારે પાણી ફેરવી નાખ્યું છે.