તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તેરા ઇંતઝાર ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ કચ્છમાં થયું છે

તેરા ઇંતઝાર ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ કચ્છમાં થયું છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મનિર્માણમાં ઝૂકાવવાનું કામ સરળ નથી. માટે સતત મહેનત અને પોતાની જાત પર વિશ્વાસ હોવો જરૂરી છે. વાત પ્રથમ વાર ફિલ્મ નિર્માણ કરતા કચ્છના દપંતીએ સાબિત કરી છે. મુશ્કેલીઓને પાર કરીને તેમણે પ્રથમ ફિલ્મ ‘તેરા ઇંતઝાર’ સમયસર પૂરી કરી 1મી ડિસેમ્બરે રિલીઝ કરીને ફિલ્મ નિર્માણમાં પ્રવેશ કરવા ઇચ્છતા લોકો માટે ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે. અમન મહેતા અને બિજલ મહેતાએ કચ્છની ભૂમિ અને પોતાની કોમનું ગૌરવ વધાર્યું છે. અમન મહેતાએ કહ્યું હતું કે નિર્માતા તરીકે અમારી સફર ઘણી રસપ્રદ રહી. અનુભવ દ્વારા અમને ઘણું શીખવા મળ્યું છે.ફિલ્મનાં શૂટિંગ દરમિયાન અમે મુંબઈ, કચ્છ અને અન્ય શહેરોમાં પ્રવાસ કર્યો હતો. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ કચ્છમાં થયું છે.

અન્ય સમાચારો પણ છે...