તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્રોત અંગે સંયુક્ત અભ્યાસ થશે

કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્રોત અંગે સંયુક્ત અભ્યાસ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંકાર્યરત ઉદ્યોગ ગૃહો માટે કડીની ભૂમિકા ભજવતા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા અમલમાં મુકાયેલા પ્રોજેક્ટ બ્લૂ રિવોલ્યૂશન હેઠળ અદાણી ફાઉન્ડેશન અને એરિડ કોમ્યૂનિટી એન્ડ ટેક્નોલોજી દ્વારા સંયુક્ત રીતે પસંદ કરાયેલા વિસ્તારોમાં પાણીના સ્રોત બાબતે અભ્યાસ કરાશે. તાજેતરમાં બન્ને સંસ્થાઓ વચ્ચે પાંચ વર્ષ માટે એમઓયુ થયા હતા.

ફોકિયા દ્વારા કચ્છને પાણીની અછતમાંથી દૂર કરવા માટે ચલાવાઇ રહેલા અભિયાન અંતર્ગત અત્યાર સુધી 900 ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સંભવિત સ્રોત બાબતે મોજણી કરાઇ છે. યોજનાના ઠોસ અમલીકરણ માટે અદાણી અને એરિડ વચ્ચે કરાર થતાં કૃષિ માટે સંતુલિત પાણીના વપરાશ દ્વારા ટકાઉ જળસંશાધનની દિશામાં કામ કરાશે જે અન્વયે નક્કી કરાયેલાં ગામોમાં જળસ્રોત વિશે સહિયારો અભ્યાસ કરાશે. ત્યાર બાદ જે તે વિસ્તારને પાણીની છતવાળો કઇ રીતે બનાવાવી શકાય તે વિશે આયોજન ઘડી કાઢવામાં આવશે. બન્ને સંસ્થાના પ્રતિનિધિ પ્રોજેક્ટનું નિયમિત પરીક્ષણ કરશે. પ્રવૃત્તિઓની વિગતવાર સમીક્ષા અને સુધારાત્મક પગલાં સુચવવા માટે સંચાલન સમિતિ ઓછામા ઓછા દર મહિને જે તે વિસ્તારની એકવાર મુલાકાત લેશે. દરમિયાન ફોકિયાની યાદી મુજબ પ્રોજેક્ટ બ્લુ રિવોલ્યૂશ માટે 3 હજાર કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ છે જે પૈકી એક્સેલ ક્રોપ કેર અને એગ્રોસેલ દ્વારા સામાજિક જવાબદારી રૂપે અત્યાર સુધી 55 લાખ ખર્ચાયા છે.

અન્ય સમાચારો પણ છે...