તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આત્મારામ સર્કલ નજીક ટ્રક નીચે ચગદાયેલા યુવાનનું મોત

આત્મારામ સર્કલ નજીક ટ્રક નીચે ચગદાયેલા યુવાનનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાઆત્મારામ સર્કલ નજીક સોમવારે બપોરે ટ્રક સાથે સર્જાયેલા અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા યુવાનના પેટ અને પગ પરથી કાળમુખી ટ્રકના વ્હીલ ફરી જતાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાવામાં આવ્યો હતો, જ્યા માર્ગ વચ્ચે તેણે અંતિમ શ્વાસ લીધો હતો, ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

ભુજના જયનગરમાં રહેતા અશ્વિન નાનાલાલ ગજ્જર (ઉ.વ.32) અને તેનો નાનો ભાઇ પ્રેમલ નાનાલાલ ગજ્જર (ઉ.વ.28) બન્ને જણા પોતાની મોટર સાયકલ જી.જે.12 બીબી 6113થી સોમવારે બપોરના આરટીઓ સર્કલથી અમનનગર ચારરસ્તા તરફ જતાં હતા, ત્યારે ટ્રક નંબર જીજે 12 ટી 9512વાળીના ચાલકે જોડદાર ટકકર મારી હતી, જેના કારણે મોટર મોટર સાઈકલની પાછળ બેઠેલા પ્રેમલ નાનાલાલ ગજ્જરના પેટ અને પગ પરથી ટ્રકના ટાયર નીચે આવી જવાને કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે મોટા ભાઇ અશ્વિન બાઇક સાથે રોડની સાડમાં ફંગોળાલ જતાં તેન વતી ઓછી ઇજાઓ પહોંચી હતી બન્ને ભાઇને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી પ્રેમલની નાજુક હાલત હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો જુનું માર્ગ વચ્ચે મોત નિપજ્યું હતું, બી ડિવિઝન પોલીસે અકસ્માત સર્જયા બાદ ટ્રક મુકીને નાશી છુટેલા ચાલક વિરૂધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સારવાર માટે અમદાવદ રિફર કરાતાં માર્ગ વચ્ચે અંતિમ શ્વાસ લીધો

અન્ય સમાચારો પણ છે...