તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પેઇડ ન્યુઝ અંગેની ગાઇડલાઇનનો ચુસ્તતાપૂર્ણ અમલ કરાશે : તંત્ર

પેઇડ ન્યુઝ અંગેની ગાઇડલાઇનનો ચુસ્તતાપૂર્ણ અમલ કરાશે : તંત્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીસમયે ઉમેદવારને પ્રચારનો અધિકાર છે, પરંતુ કોઇ પણ રીતે લોકોને ભરમાવાનો પ્રયાસ કરાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડે. પેઇડન્યુઝ હકિકતે સમાચાર હોતાં નથી, પરંતુ લોકો સમાચાર તરીકે વાંચે છે, ત્યારે મીસગાઇડ થાય છે. મતદારો તટસ્‍થ નિર્ણય લઇ શકતા નથી, તેમ ભુજ ખાતે માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓ તેમજ તમામ વિધાનસભા મતવિભાગના હરિફ ઉમેદવારોની બેઠકમાં જણાવાયું હતું.

પ્રેઝન્ટેશનના માધ્યમથી જનરલ ઓબ્ઝર્વર અર્શદિપ થીંગ, તિવારી તેમજ યાદવની ઉપસ્થિતિમાં જાણકારી આપી ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરાશે તેમ જણાવાયું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહને પેઇડ ન્યુઝ અને ઇલેકટ્રોનિક મીડિયા તેમજ સોશ્યલ મીડિયામાં રાજકીય જાહેરખબરોનું પૂર્વ પ્રમાણિકરણ કરવા બાબતે વિગતે પ્રકાશ પાડતાં કોઇપણ રાજકીય જાહેરાતોનું પ્રસારણ MCMC કમિટિની પૂર્વ મંજૂરી અને જાહેરાતના પ્રમાણિકરણ વિના થાય તે બાબત ઉપર ભાર મૂકયો હતો.

તેમણે રાજકીય પક્ષ કે ઉમેદવારો દ્વારા રોકડ રકમ સહિત કોઇપણ પ્રકારે લાભ અપાવી પેઇડન્યુઝ છપાવવાના હથકંડા અટકાવવા અને પેઇડન્યુઝ ઉપર નજર રાખવા ચૂંટણીપંચની ગાઇડલાઇન અનુસાર નિયમાનુસાર કાર્યવાહી કરવા ગઠીત MCMC કમિટિની ભૂમિકા મહત્વની હોવાની વાત કરી હતી.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.કે.જોષીએ પ્રેઝન્ટેશન અને સ્લાઇડ-શોના માધ્યમથી પેઇડન્યુઝ અને પ્રિસર્ટીફીકેશન અંગે રાજકીય પક્ષોને ચૂંટણીપંચની ગાઇડલાઇનોની વિગતે છણાવટ કરી હતી.

કલેકટર દ્વારા પેઇડ ન્યૂઝના ચુસ્તપણે અમલ માટે બોલાવાયેલી બેઠક.

ભુજમાં બેઠક યોજી રાજકીય પક્ષના પ્રતિનીધીઓને માર્ગદર્શીકાથી અવગત કરાયા

અન્ય સમાચારો પણ છે...