તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે મોદી સોમનાથમાં, રાહુલ મંદિરમાં

આજે મોદી સોમનાથમાં, રાહુલ મંદિરમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપઅને કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓ- નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આજે ફરી ગુજરાતમાં છે અને પહેલીવાર એવું થઈ રહ્યું છે કે બંને સોમનાથમાં એક દિવસે હાજર હશે. મોદી સોમનાથ પાસે પ્રાચીમાં જાહેરસભા કરશે. એવી સંભાવના છે કે તેઓ દર્શન કરવા પણ જશે. જ્યારે રાહુલ ગાંધી 1 વાગ્યે સોમનાથ મંદિરે દર્શન કરવા જશે. ખુબીની વાત અે છે કે દીવ ખાતે વિમાન માર્ગે રાહુલ ગાંધી આવી પહોંચ્યા બાદ ત્યાંથી હેલિકોપ્ટરમાં સોમનાથ જશે. બરાબર એજ વખતે પ્રાંચીમાં નરેન્દ્ર મોદીની જાહેરસભા ચાલતી હશે. મોદી સોમનાથ દર્શન કરવા પણ જવાના છે પરંતુ તેની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. રાહુલ ગાંધી સોમનાથ દર્શન બાદ ભેંસાણ-વિસાવદર જશે. ત્યાંથી સાવરકુંડલા જશે અને અહીંથી અમરેલી સુધી રોડ શો યોજશે. મોદી બુધવારે ચાર સભા યોજશે જ્યારે રાહુલ અહીં રોકાવાના છે.

80-100 બેઠકો

પર મંદિરોનો સીધો પ્રભાવ

વિધાનસભાની 80થી 100 બેઠકો એવી છે કે જે વિવિધ મંદિરોના પ્રભાવ હેઠળ છે. આથી બંને મુખ્ય પક્ષના નેતાઓ તેના દર્શન કરવા જાય છે. આથી છેલ્લા 22 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વ તરફ વળી અને છેલ્લા દોઢ મહિનામાં રાહુલ 20 મંદિરના દર્શન કરી ચૂક્યા છે. મોદી પણ તેમના ચૂંટણી પ્રચારનો પ્રારંભ મંદિરના દર્શન કરીને કરે છે. 2014ની લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ વૈષ્ણોદેવીથી કર્યો હતો તો ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ ભુજમાં આશાપુરા માતાનાં દર્શન સાથે ગુજરાતપ્રવાસનાં શ્રીગણેશ કર્યાં.

{ 2002 અગાઉ મંદિરોવાળી બેઠકો પર કોંગ્રેસનું વર્ચસ્વ હતું, 2002 પછી ભાજપ આગળ નીકળ્યું

મંદિર પોલિટિક્સ| રાહુલ દોઢ મહિનામાં 21મા મંદિરે દર્શન કરવા જશે

પહેલીવાર રાહુલ-મોદીની ગુજરાતમાં એક દિવસે, એક સ્થળે હાજરી

બપોરે : 12.30 વાગ્યે દીવ આગમન

બપોરે : 1.00 વાગ્યે સોમનાથ દર્શન

બપોરે : 2.00 વાગ્યે ભેંસાણ

બપોરે : 3.00 વાગ્યે સાવરકુંડલા

સવારે : 9.00 વાગ્યે મોરબી

સવારે : 11.00 વાગ્યે પ્રાચી

બપોરે : 1.30 વાગ્યે સોમનાથ(સંભાવના)

બપોરે : 2.00 વાગ્યે પાલીતાણા

બપોરે : 3.30 વાગ્યે નવસારી

ગુજરાતનાં 8 મંદિર

રાહુલે કહ્યું- હું શિવભક્ત છું અને સત્યમાં વિશ્વાસ રાખું છું.

શક્તિસિંહે કહ્યું- ‘શું કોઈની પાસે ભક્તિની પેટન્ટ છે?

મોદીએ કહ્યું- 22 વર્ષમાં ભાજપે શું કામ કર્યું, તેનો હિસાબ પૂછી રહ્યા છે, તો હું કહું છું કે ભાજપે ભલભલાને મંદિરે જવાની આદત પાડી છે.

યોગી આદિત્યનાથે કહ્યું- રાહુલ નમાજ પઢતા હોય, રીતે બેસે છે. સારું છે, તેમની બુદ્ધિ શુદ્ધ થઈ રહી છે.

મંદિર બેઠક 20122007 2002 1998

ચોટીલાચોટીલાભાજપ કૉંગ્રેસ અન્ય અન્ય

દ્વારકાદ્વારકાભાજપ ભાજપ કૉંગ્રેસ કૉંગ્રેસ

સોમનાથસોમનાથકૉંગ્રેસ ભાજપ કૉંગ્રેસ કૉંગ્રેસ

ડાકોરનડીયાદભાજપ કૉંગ્રેસ કૉંગ્રેસ કૉંગ્રેસ

અંબાજીદાંતાકૉંગ્રેસ કૉંગ્રેસ કૉંગ્રેસ કૉંગ્રેસ

પાવાગઢહાલોલભાજપ ભાજપ ભાજપ ભાજપ

પાલિતાણાપાલિતાણાકૉંગ્રેસ ભાજપ ભાજપ ભાજપ

ગિરનારજૂનાગઢભાજપ ભાજપ ભાજપ ભાજપ

અન્ય સમાચારો પણ છે...