• Gujarati News
  • National
  • કાંડ પ્રત્યે સંવેદનાને બદલે કચ્છ ભાજપે પોતાનું ચરિત્ર દર્શાવ્યું

કાંડ પ્રત્યે સંવેદનાને બદલે કચ્છ ભાજપે પોતાનું ચરિત્ર દર્શાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીડિતાની વ્યથા સાંભળવાને બદલે ભાજપ દ્વારા ફોડાય છે ફટાકડા

માત્રકચ્છ જિલ્લા કે રાજ્ય નહી, પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલા નલીયા દુષ્કર્મની પીડિતાની વ્યથા સાંભળવાને બદલે ભુજમાં ગુજરાત પ્રદેશ ભાજપના યુવા પ્રમુખને સત્કારવા રેલી કાઢવી અને ફટાકડા ફોડવાને સુધરાઇના વિપક્ષીનેતાએ અનુચિત ગણાવ્યું હતું.

વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એક બાજુ ભાજપના નેતાઓને સંડોવતા નલીયા સામૂહિક દુષ્કર્મ કાંડથી લોકો આઘાતની લાગણી અનુભવી રહ્યા છે, બીજી બાજુ શરમજનક સ્થિતિમાં મૂકાયેલો ભાજપ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખને સત્કારવા ખુલ્લી જીપમાં સાંસદ, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ વાજતેગાજતે નીકળ્યા હતા, જેમાં ઢોલ શરણાઇના તાલે ફટાકડા ફોડતા ફોડતા રેલી સ્વરૂપે નીકળ્યા હતા.મહિલા આરક્ષણની મોટી વાતો કરી રહેલા ભારતીય જનતા પક્ષના સદસ્યો દુષ્કર્મમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યા બાદ પક્ષને પ્રેસ કોન્ફરન્સ બોલાવવી પડી છે અને ક્ષોભ સાથે ખુલાસા કરવા પડ્યા છે. એવી શરમજનક સ્થિતિ વચ્ચે સત્કાર સમારંભ યોજવો તે અનુચિત છે. લોકોએ જાગૃત થવાનો સમય આવી ગયો છે, લાજશરમ અનુભવતા પક્ષને ઓળખવો પડશે, જાકારો આપી સબક શીખવાડવો પડશે. રાજેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, મારું ચોક્કસ પણે માનવું છે કે, પ્રજામાં આના ખરાબ પડઘા પડશે.

કોંગ્રેસે ગધેડાને ડો. ઋત્વિજનું પોસ્ટર પહેરાવ્યું હતું.

યુવા કોંગ્રેસ દ્વારા ભાજપના સત્કાર સમારોહનો વિરોધ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...