તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અભયારણ્યમાં બન્નીના 15 ગામ સમાવી કનડગત

અભયારણ્યમાં બન્નીના 15 ગામ સમાવી કનડગત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વબન્નીના 15 જેટલાં ગામોને અભ્યારણ્ય હેઠળ આવરી લઇને જે તે સમયે વન વિભાગ દ્વારા માલધારીઓ સામે ખોટા કેસ કરીને કનડગત કરાઇ રહી છે તેવા આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસે કલેક્ટર અને મુખ્ય વન સંરક્ષક સમક્ષ કરેલી રજૂઆતમાં બાબતે તપાસ કરવાની માગ કરી છે.

અંધૌ, ખારીવાવ, સધારા, મોટી દધ્ધર, નાની દધ્ધર, ઉડઇ, લખાબા, ઝમરીવાંઢ સહિતના ગામોના 27 જેટલા માલધારીઓ સામે જેતે સમયે પૂર્વ વન વિભાગના આરએફઓ અતુલ દવેએ અભ્યારણ્યમાં નુક્સાન કરવાના આરોપ સાથે પોલીસ કેસ કર્યા છે તે ખોટા છે. માલધારીઓ બન્નીને વન અધિનિયમ 2006 તળે બન્નીને અધિકાર આપવાની રજૂઆત અર્થે ગયા હતા.

અભ્યારણ્યના નામ હેઠળ છેલ્લા 11 વર્ષથી પશુપાલકોને પરેશાન કરાઇ રહ્યા છે તેવા આક્ષેપ સાથેની રજૂઆતમાં વધુમાં જણાવાયું હતું કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વેકરિયાના રણની મુલાકાત વેળાએ બન્નીના લોકોને તેમની માગણી મુજબ સામૂહિક વન અધિકાર તાત્કાલિક આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી પણ આજ સુધી તેનો અમલ થયો નથી.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાની હેઠળ મંત્રી ઇમરાન જુમા નોડે, રાયબ ભુંગર સુમરા, દેવા દાના હરીજન, અમીન હિંગોરજા, ઇદ્રીસ સુમરા, જુમા ઇસા નોડે, રમજાન હાલેપોત્રા સહિતના આગેવાનો આવેદન પત્ર આપવામાં જોડાયા હતા.

માલધારીઓ સામેના ખોટા કેસની તપાસ કરો : કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...