1450 લોકો વચ્ચે એકજ પોલીસ કર્મી!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ કચ્છનું આર્થિક પાટનગર છે ત્યારે અહીં કંડલા પોર્ટ સાથે અનેક ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી દેશભરમાંથી લોકો અહીં આવીને વસ્યા છે ત્યારે 2011ની વસ્તી ગણતરી મુજબ ગાંધીધામ,કંડલા અને આદિપુર વિસ્તારની 2.50 લાખની વસતિ છે જેમાં હાલ 2018ની સાલ ચાલી રહી છે ત્યારે આ આંકડામાં વધારો થયો હોય તે સ્વાભાવિક છે ત્યારે નિયમો પ્રમાણે 49 લોકોએ એક પોલીસ કર્મી હોવો જોઇએ પરંતુ ગાંધીધામ સંકુલની વાત કરીએ તો 2.50 લાખની વસતિ પ્રમાણે અત્યારે માત્ર 266 પોલીસ કર્મી કાર્યરત છે,2018 મુજબ જો વસતિ ત્રણ થી સાડા ત્રણ લાખની થઇ હોય તો હાલ ગાંધીધામ સંકુલમાં 1450 લોકો વચ્ચે એક પોલીસ કર્મી ફરજ બજાવે છે આમ 50 ટકાની ઘટ સાથે ગાંધીધામ,આદિપુર અને કંડલા પોલીસ કામગીર કરી રહી છે.ઔદ્યોગિક સંકુલ હોવાને લીધે અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે અહીં લોકો આવે છે ત્યારે ગુનાખોરીનું પ્રમાણ પણ વધે છે .સંકુલમાં ચોરીના બનાવો,લૂટ,બળાત્કાર જેવા ગુનાઓ વધી ગયા છે ત્યારે પોલીસકર્મીની સંખ્યા પૂરતી હોય તો જ આ રેશિયો કાબુમાં આવી શકે.ટ્રાફિક નિયંત્રણમાં પણ પોલીસ કર્મીની ઘટના કારણે અનેક મુશ્કેલીઓ તંત્ર તો સહન કરે છે સાથે લોકોને પણ હાલાકીનો સામનો કરે છે.તેમાં પણ નેતાઓ આવે,રેલીઓ હોય મેળા કે કોઇ બંદોબસ્ત હોય ત્યારે પોલીસની જે કામગીરી કરવાની હોય તે થઇ જ ન શકે.

કેટલા અધિકારી અને કર્મીઓ સંકુલમાં ફરજ બજાવે છે
પોલીસ સ્ટેશન PI PSI-ASI હે.કોં./કોન્સ. કુલ સંખ્યા

એ-ડિવિઝન 01 06 77 84

બી-ડિવિઝન 01 06 67 74

કંડલા મરિન/વીંગ 01 02 33 36

કંડલા એરપોર્ટ 00 01 22 23

અંજાર 01 06 67 74

આદિપુર 00 02 47 49

સ્થાનિકોની ભરતી થાય તો ઘટ ઓછી થવાની શક્યતા ઘટે
પુર્વ કચ્છ એલીસબીના પીઆઇ જે.પી.જાડેજાને આ બાબતે પુછતાં તેમણે જણાવ્યું હતું કે,મોટા ભાગે પોલીસ ભરતીમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી યુવાનો પોલીસમાં ભરતી થાય છે અને બદલી કરાવી વતનમાં ચાલ્યા જાય છે જ્યારે સ્થાનિક યુવાનો પોલીસમાં ભરતી થતા નથી,જો સ્થાનિક યુવાનો પોલીસમાં ભરતી થાય તો આ ઘટ નિવારી શકાય છે.

નવી ભરતીમાં ટ્રેનિંગ ચાલુ છે અંદાજે 1 માસમાં નવા પોલીસ કર્મી આવી જશે
ગાંધીધામ સંકુલમાં હાલ વસ્તીની દ્રષ્ટિએ પોલીસ કર્મીની સંખ્યા ઓછી છે માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે પરંતુ પુર્વ કચ્છ પોલીસ ઓછી સંખ્યા છતાં સારી કામગીરી કરી રહી છે બાકી નવી ભરતી કરવામાં આવી તે તેમની ટ્રેનિંગ ચાલુ છે એટલે અંદાજિત એકાદ માસમાં 100 થી 150 નવા પોલીસ કર્મી ફરજ ઉપર તૈનાત થઇ જશે તેવું પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવના પટેલે જણાવ્યું હતુ઼.

અન્ય સમાચારો પણ છે...