મારા શહેરમાં આજે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કષ્ટભંજન હનુમાન મંદિર ટ્રસ્ટ
ગુરૂવારે તા.1-3ના 7.30 કલાકે પ્રમુખસ્વામી નગર મધયે નવદુર્ગા ચોક કષ્ટભંજન હનુમાન મંદિર ચોકમાં મહાઆરતીનો આયોજન તેમજ પ્રમુખસ્વામીનગર હનુમાન મંદિરના બીજા ગેટ પાસે 7.30 કલાકે હોળી પ્રાગ્ટય કરવામાં આવશે.

સિદ્ધિ વિનાયક સરકારી વસાહત
સિદ્ધિ વિનાયક સરકારી વસાહત મહિલા મંડળ સભ્યોની મીટીંગ તા.28-2ના બુધવારે સાંજે 5 વાગ્યે સિદ્ધિ વિનાયક નગર ખાતે.

હોળી વિશેષ નિબંધ સ્પર્ધા
વાંકી ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય સ્વ. વિમળાબેન અંતાણીની સ્મૃતિમાં ભુજ હાટકેશ સેવા મંડળ દ્વારા ધોરણ 5થી 7માં નિબંધ સ્પર્ધા.

માજી હોમગાર્ડઝ સભ્યો જોગ
ભુજ શહેરના તમામ માજી હોમગાર્ડઝ સભ્યોએ પોતાના મોબાઇલ નંબર અને સરનામું વિગેરેની માહિતી મહિલા હોમગાર્ડઝ સહિત લેખિતમાં તા.4-3 સુધીમાં આપવી.

આવતીકાલે કપડાનું વિતરણ
શહેરમાં જૂદા જૂદા સ્થળોએ દાતાના સહકારથી શસવારે કપડાનું વિતરણ મહિલા વિંગ દ્વારા કરાશે.

તાલુકા બ્રહ્મસમાજ-ઔદિચ્ય બ્રહ્મ સમાજ
તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ તથા ઔદિચ્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા આયોજીત હોળીની પૂર્વ સંધ્યાની ઉજવણી તા.28-2ના બુધવારે 4.30 વાગ્યે વિરામ હોટલ ખાતે.

પ્રેરણા મહિલા મંડળ
0થી 10 વર્ષના સમસ્ત બાળકો માટે અનીતાબેન પુજારા સહયોગથી નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા તા.27/2ના સવારે 10થી 12 સાંજે 6થી 8 દરમિયાન, બી 165, શેરી નં.7, આરટીઓ રિલો. સાઇટ ખાતે. પીડવવામાં આવશે. વધુ માહિતી માટે મો. 94290 83225.

સર્વોદય મહિલા મંડળ
તા.27-2ના સર્વોદય મહિલા મંડળ દ્વારા 0થી 12 વર્ષના બાળકોને પષ્પનક્ષત્ર નિમિતે સુવર્ણપ્રાસના ટીપા 13-બી શ્રીજી બ્યુટી પાર્લર, આરટીઓ રિલોકેશન સાઇટ મધ્યે સાંજે 5થી 8 મધ્યે.

વિસનગરા નાગર મહિલા મંડળ
સભ્ય બહેનોની હલ્દી કંકુ અંગેની બેઠક તા.27-2ના સાંજે 5 વાગ્યે બેંકર્સ કોલોની મેઇન ગેટ પાસે મકાન નંબર હેમાબેન ભટ્ટના નિવાસ સ્થાને.

આજે સુવર્ણપ્રાશન કેમ્પ
તા.27-2 મંગળવારે સવારે 10થી 1 અને 4થી 7 દરમિયાન ડો. દેવલ જેઠવા, સંસ્કૃતિ આર્યુેવેદિક ક્લિનીક, સી-107, કતીરા કોમ્પલેક્સ,પ્રમુખસ્વામી નગર મધ્યે ટીપા પીવડાવાશે.

માધાપરમાં સુવર્ણ સુરક્ષા કીટ અપાશે
0થી 12 વર્ષના બાળકો માટે ડો. જીગર ગોર દ્વારા ફ્રી તપાસ તથા રાહતદરે સુવર્ણપ્રાશના ડ્રોપ્સ કેમ્પ અને સુવર્ણ સુરક્ષા કીટનું વિતરણ આર્મેધા ફાઉન્ડેશનના સહયોગ દ્વારા તા.27 ફેબ્રુઆરી મંગળવારે માધવસ્મરણમ આર્યુવેદ ક્લિનીક માધાપર ખાતે.

માય ટેલેન્ટ સ્પર્ધા
જોલી મધર્સ કલબ ભુજ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 18 વર્ષથી ઉપરની મહિલાઓ માટે તા. 3 માર્ચનાં સાંજે ‘માય ટેલેન્ટ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. નામ નોંધાવવા સંપર્ક 9714350700 અને 9429125666

કચ્છી સાહિત્ય મંડળ :
કચ્છી ભાષાના પ્રસાર પ્રચાર અને સંવર્ધન માટે વાર્તા અને કાવ્ય પઠન અંતર્ગત “કચ્છી સાહિત્ય મંડળ-ભુજ”ની બેઠક હોટલ વિરામ મધ્યે તા. 28/2ની સાંજે 5 કલાકે હોટલ વિરામ મધ્યે.

સમન્વય મહિલા મંડળ
મંડળના સભ્ય બહેનો બેઠક તા.27/2ના સાંજે 4:30 કલાકે મહાદેવ ગેઇટ પાસે, તીલક હોળી, ફાગણીયો તથા મહિલા દિન અંગે વકતવ્ય યોજાશે.

પૂર્વ નિવૃત દરબારગઢ કન્યા શાળા શિક્ષીકાનું સ્નેહમીલન
ભુજમાં તા.28/2ના સાંજે 4 કલાકે મહાદેવ ગેઇટ રોડ, લેકવ્યુ હોટલ પાસે સ્નેહમિલનનું આયોજન કરાયું છે, જેમાં પૂર્વ નિવૃત દરબારગઢ કન્યા શાળાના શિક્ષીકા બહેનોએ હાજર રહેવું.

સોમથી શનિવાર પાંચ પ્રકારની તુલસીનું અર્ક નિ:શુલ્ક પીવડાવાશે
પાંચ પ્રકારની તુલસીનું અર્ક વિના મૂલ્યે પીવો નીરોગી રહો, આંખની સ્વચ્છતા માટે ફ્રીમા ટીપા સોમથી શનિ સવારે 10થી 1 તેમજ 4થી 7 દરમિયાન અપાશે. નવી લાઇન જુનાવાસ, માધાપર ખાતે. સંપર્ક મો.97267 95999.

દરેક દર્દોની આર્યુવેદિક રીતે સારવાર
વનસ્પતિઓ દવાઓ તથા આર્યુવેદિક દવાઓથી ડો. હાજી સાલેમામદ જત દ્વારા દરેક દર્દોની સવારે 10થી 1 માનવજયોત કાર્યાલય, લોહાર ચોક, ભીડ ગેટ મધ્યે તો બપોરે 4થી 6 માનવજયોત કલપતરૂ, વિજયનગર મધ્યે સારવાર ઉપલબ્ધ કરાઇ છે.

મેડીકલ ઇન્ફોર્મેશન સેન્ટર શરૂ
કવીઓ જૈન મહાજન દ્વારા મેડીકલ ઇન્ફોર્મેશન સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. સોમથી શનિ 9થી 11 ફાલ્ગુનીબેન મહેતા (દંતરોગ નિષ્ણાંત)અને અશોકભાઇ ત્રિવેદી (હોમીયોપેથી), 11થી 1 અને 4:30થી 6:30 ડો. સુમન શાહ (દંતરોગ નિષ્ણાંત), 6થી 7 ડો. સત્યમ ગણાત્રા (આંખ રોગના) નિષ્ણાંત પોતાની સેવા આપશે. પ્રેમીલાબેન પ્રેચમંચ સંઘવી સાર્વજનીક દવાખાના મધયે ડો. મોહન ગઢવી સેવા આપશે.

સ્વજન દ્વારા વિનામૂલ્યે દવાઓ અપાશે
જરૂરિયાતમંદોને દર્દીઓની ચીઠ્ઠી મુજબ ઉપલબ્ધ દવાઓ વિનામૂલ્યે સવારે 10:30થી 1:30 અને સાંજે 5થી 8 દરમિયાન સ્વજન-44, વિજયનગર શોપિંગ સેન્ટર, કલ્પતરૂ, હોસ્પિટલ રોડ ખાતે.

દશનામ ગોસ્વામી મહિલા મંડળ
તા.27-2ના માધાપર દશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા પુષ્પનક્ષત્ર નિમિતે 0થી 12 વર્ષના બાળકોને સુવર્ણપ્રાસના ટીપા ભુડીયા બાલ મંદિર, સરસ્વતી વિદ્યાલયની બાજુમાં, નવાવાસ માધાપર મધ્યે સવારે 10થી 12 સુધી.

અન્ય સમાચારો પણ છે...