• Gujarati News
  • National
  • આણંદસરમાં દાઝેલી પરણિતાએ દમ તોડ્યો

આણંદસરમાં દાઝેલી પરણિતાએ દમ તોડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાતાલુકાના આણંદસર ગામે ગુરૂવારે સવારે પ્રાઇમસની આગમાં દાઝી ગયેલી પરણિતાએ સારવાર દરમિયાન શનિવારે રાત્રે અંતિમ શ્વાસ લીધો હતો જ્યારે તાલુકાના અરલ ગામે સગીરાએ અને માંડવીના હરિપુરામાં મહિલાએ ભૂલથી ઝેરી પ્રવાહિ ગટગટાવ્યું.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આણંદસર ગામે રહેતી 25 વર્ષીય રોશનબાનુ જાવેદ બાફણ ગુરૂવારે સવારના સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે રસોઇ બનાવતી વખતે પ્રાઇમસમાં ભડકો થતાં તેની આગથી ગંભીર રીતે દાઝી ગઇ હતી, તેને પ્રથમ સારવાર ભુજની જી.કે. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ શનિવારે રાત્રીના સાડા દસ વાગ્યાના અરસામાં આખરી દમ લીધો હતો. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી આગળની તપાસ હાથ ધરી છે તો નખત્રાણા તાલુકાના અરલ ગામે રહેતી મમતાબેન ઇસ્માઇલ જુણેજા (ઉ.વ.17)એ શુક્રવારે બપોરે પોતાના ઘરે પાણીની તરસ લાગતા ભૂલથી ફિનાઇલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે નખત્રાણા હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ

...અનુસંધાનપાના નં.10

સારવારમાટે ભુજ જી.કે.માં દાખલ કરવામાં આવી છે. તો માંડવી તાલુકાના હરિપુરા ગામે રહેતા લક્ષ્મીબેન ઉર્ફે લખીબેન સામાભાઇ નાયક (ઉ.વ.30) રવિવારે સવારના આઠ વાગ્યાના અરસામાં મહેશભાઇ હરિલાલ ચૌધરીની વાડીમાં કામ કરતી વખતે પાણીની તરસ લાગતા ભૂલથી પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેની અસરના કારણે મહિલાને પ્રથમ સારવાર બદડા હોસ્પિટલમાં આપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલમાં દાખલ કરવામાં આવ્યા હતા પોલીસે બનાવનોની નોંધ લઇ આગળની કાર્યવાઇ હાથ ધરી છે.



નખત્રાણાના અરલમાં સગીરાએ અને માંડવીના હરિપુરામાં મહિલાએ ભૂલથી ઝેરી પ્રવાહી પીધુ

અન્ય સમાચારો પણ છે...