• Gujarati News
  • National
  • યુનિ.માં એડમીશન પ્રક્રિયાનો વધુ એક રાઉન્ડ હાથ ધરાશે

યુનિ.માં એડમીશન પ્રક્રિયાનો વધુ એક રાઉન્ડ હાથ ધરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છયુનિર્વસીટીમાં એડમીશન પ્રક્રિયાનો વધુ અેક રાઉન્ડ ઓગષ્ટ માસના પ્રથમ પખવાડિયામાં હાથ ધરાશે. અત્યાર સુધી યુનિર્વસીટીમાં પ્રવેશ પ્રક્રિયાના 3 રાઉન્ડ સંપન્ન થઇ ચુકયા છે. હવે આવનારો રાઉન્ડ ચોથો રાઉન્ડ હશે.

આજે 12મા ધોરણની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું છે. ત્યારે પુરક પરીક્ષામાં પાસ થયેલા છાત્રો પણ કોલેજમાં પ્રવેશ મેળવવાથી વંચીત ના રહે અને તેમનૂં શૈક્ષણિક વર્ષ ના બગડે તે માટે એડમીશન પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ હાથ ધરવા માટે યુનિ પ્રશાસને નિર્ણય કર્યો છે.

યુનિર્વસીટીના સતાવાર સુત્રોએ માહિતી આપતાં કહ્યું કે તમામ વિધ્યાશાખામાં પ્રવેશ માટે સંભવત 2થી5 ઓગષ્ટના સમયગાળા દરમ્યાન પ્રવેશ પ્રક્રિયાનો ચોથો અને આખરી રાઉન્ડ યોજવામાં આવશે.

જોકે 5 ઓગષ્ટ બાદ યુનિની એડમીશન મેળવવા માટેની સાઇટ બ઼ધ કરી દેવામાં આવશે. અને અા સમય પછી કોઇને પણ પ્રવેશ આપવામાં આવશે નહિ.કચ્છ યુનિર્વસીટીએ અત્યાર સુધી સંપન્ન કરેલા એડમીશન પ્રક્રિયાના 3 રાઉન્ડમાં સ્નાતક કક્ષાના મોટાભાગના કોર્ષમાં સરેરાશ બેઠક કરતા પણ વધુ સંખ્યામાં વિધ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. પુરક પરીક્ષાના પરિણામ બાદ પાસ થયેલા વિધ્યાર્થીઓની શૈક્ષણિક કારકીર્દી ના બગડે તે માટે પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ યોજવા માટેનો નિર્ણય લેવાઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સંભવત 2 ઓગષ્ટથી હાથ ધરાશે કામગીરી

અન્ય સમાચારો પણ છે...