• Gujarati News
  • National
  • મધદરિયે 3500 કરોડનું હેરોઈન પકડાયું

મધદરિયે 3500 કરોડનું હેરોઈન પકડાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનામાંડવીના દરિયામાં ભારતીય કોસ્ટ ગાર્ડે ગુરૂવારે 3500 કરોડ રૂપિયાની કિંમતનો 1500 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. છેલ્લા વર્ષોમાં આટલા મોટા પ્રમાણમાં માદક દ્રવ્ય ઝડપાયાની પ્રથમ ઘટના છે. હેરોઇનનો જથ્થો પાકિસ્તાન-ઇરાન બોર્ડરના સબરપાર્ટથી રવાના થયો હતો. બોટ સાથે 8 જણની ધરપકડ કરવામાં આવી હતી. આઇબીનાંઇનપુટ દ્વારા મળેલી બાતમીનાં આધારે તમામ સ્તરે હાઇએલર્ટ કરાયા હતાં. હેલીકોપ્ટર અને ડોનીયર વિમાનની મદદથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેના પગલે પોરબંદરથી 210 નોટીકલ માઇલ દુર એક બોટ પર કોસ્ટગાર્ડે નિશાન સાંધ્યું હતું. તેમાથી 1500 કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 3500 કરોડ આંકવામાં આવી રહી છે. ..અનુસંધાન પાનાં નં.10





જહાજમાંથી આટલો મોટો જથ્થો મળી આવતા રૉ સહિતની દેશ ટોચની સુરક્ષા એજન્સીઓએ પોરબંદરમાં ધામા નાખી દીધા છે. કોસ્ટગાર્ડે દિલ્હી અને યુપીનાં 8 શખ્સની પણ ઝડપી લીધા છે. તેમનાં મોબાઇલનાં લોકેશનનાં આધારે કોસ્ટગાર્ડે તપાસ શરૂ કરી છે.

પોરબંદરથી 210 નોટીકલ માઇલ દુર એક શંકાસ્પદ જહાજ જોવા મળ્યું હતું. જહાજમાં સવાર લોકોએ શરૂઆતમાં તે પનામા દેશમાં નોંધાયેલું પ્રીન્સ એન -2 હોવાનો તથા અલંગમાં જતું હોવાનો દાવો કર્યો હતો. ભાવનગર તપાસ કરતા પ્રકારનું કોઇ જહાજ અહીં આવતુ હોવાની વિગત કોસ્ટગાર્ડને મળી હતી. જેના પગલે ગાંધીનગર, પોરબંદર અને મુંબઇ કોસ્ટગાર્ડ સંકલન સાધ્યું હતું અને ઇલેકટ્રીક સર્વેલન્સ શરૂ કર્યુ હતું. બાદ હેલીકોપ્ટથી કોસ્ટગાર્ડનાં અધિકારીઓને ઉતારી તપાસ કરી હતી અને હેલીકોપ્ટર તથા કોસ્ટગાર્ડનાં જવાનોએ શીપ દ્વારા ઘેરાવ કર્યો હતો. તપાસ બાદ તેમાથી 1500 કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.આ જથ્થો જામનગર, ભાવનગર કે કચ્છનાંઅખાતનાં રણમાં ઉતારવાનો હોવાનું કોસ્ટગાર્ડે જણાવ્યું હતું.

કાંઠા વિસ્તારના સાત સ્થળે હાઇએલર્ટ

શંકાસ્પદજહાજની બાતમી બાદ,ગાંધીનગર, પોરબંદર અને મુંબઇ કોસ્ટગાર્ડે સમુદ્રમાં ઘેરો ઘાલવાની તૈયારી સાથે દ્વારકા, નાવરા, પોરબંદર , માંગરોળ, દીવ, ગોપનાથ અને હજારા સ્ટેશનને હાઇએલર્ટ પર મૂકાયા હતા.

ગુજરાતના સમુદ્ર કિનારો સંવેદનશીલ ગણવામાં આવે છે. ભુતકાળમાં પણ કેટલીક ચોકાવનારી ઘટના બની હતી. મુંબઇ ઉપર આતંકવાદી હુમલો કરનાર આતંકવાદીઓએ ગુજરાતના સમુદ્ર કિનારાનો ઉપયોગ કર્યો હતો ત્યારબાદ વિસ્ફોટક જથ્થા સાથેની એક બોટને સુરક્ષા એજન્સીઓએ ફુકી મારી હતી. તો દોઢ વર્ષ પૂર્વે ગુજરાતના આજ સમુદ્રમાંથી 600 કીલો નશીલા પર્દાથનો જથ્થો મળી આવ્યો હતો.

હેનરી જહાજમાંથી પકડાયેલો હેરોઈનનો જથ્થો

પકડાયેલા શખસો દિલ્હી અને યુપીના રહેવાસી

કોસ્ટ ગાર્ડે મધ દરિયે ગુરુવારે આવી રીતે હેલિકોપ્ટર દ્વારા માફિયાઓના જહાજનો પીછો કરી ઓપરેશન પાર પાડ્યું હતું.

જહાજ પાક.-ઈરાન સરહદ વચ્ચેના સબરપોર્ટથી ઊપડ્યું હતું

મસમોટો હેરોઇનનો જથ્થો જામનગર,ભાવનગર કે કચ્છનાં અખાતમાં ઉતારવાનો હતો

અન્ય સમાચારો પણ છે...