• Gujarati News
  • National
  • પોસ્ટ ઓફિસમાં બંધ થયેલું ગંગાજળનું વેચાણ શરૂ થશે

પોસ્ટ ઓફિસમાં બંધ થયેલું ગંગાજળનું વેચાણ શરૂ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતસરકારના પોસ્ટલ વિભાગના આદેશથી ભુજની વડી ટપાલ કચેરીમાં પણ ગત વર્ષથી સીલબ઼ંધ કરાયેલી બોટલમાં ગંગાજળના વેચાણની શરૂઆત કરાઇ હતી. જેને સારો એવો પ્રતિસાદ સાંપડયો હતો. જોકે પાછલા 6 માસથી ગંગાજળનું વેચાણ બંધ થઇ ગયા બાદ ફરી પાછું તેના વેચાણ માટેની ગતિવીધીઓ આરંભી દેવામાં આવી છે.

ભુજ હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર એન.કે.વ્યાસે વિગત આપતાં જણાવ્યું કે શિયાળાની સિઝનના લીધે ઋષીકેશ-ગંગોત્રીને જોડતા માર્ગ બંધ થઇ જતાં ગત નવેમ્બર માસથી ગંગાજળનો જથ્થો આવવાનું બંધ થઇ જતાં વિતરણ વ્યવસ્થાને અટકાવી દેવામાં આવી હતી. જોકે થોડા દિવસો પૂર્વે ઋષીકેશ અને ગંગોત્રી એમ બન્ને સ્થળેથી 600 બોટલ જેટલો ગંગાજળનો સ્ટોક ભુજની વડી ટપાલ કચેરી ખાતે આવી પહોંચ્યો છે. અને પોસ્ટ કચેરીના મુખ્ય કાઉન્ટર પર એક સેમ્પલ બોટલ પણ લોકોની જાણકારી હેતુ મુકી દેવામાં આવી છે. ગત વખતે માત્ર ઋષીકેશથી ગંગાજળની બોટલ આવી હતી. કચ્છમાં પોસ્ટ કચેરી મારફત થતા ગંગાજળના વેચાણને સારો પ્રતીસાદ મળ્યો છે. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તે સમયે ગંગાજળની માંગ લોકોમાં અનેકગણી વધી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...