• Gujarati News
  • National
  • હમીરસરના બ્યુટીફિકેશનના પ્રથમ તબક્કાને પૂર્ણ થતા 10 માસ લાગશે

હમીરસરના બ્યુટીફિકેશનના પ્રથમ તબક્કાને પૂર્ણ થતા 10 માસ લાગશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાહૃદય સમાન હમીરસરના બ્યુટીફિકેશનની વાતો વરસોથી ચાલે છે, પરંતુ છેક 2016ના નવેમ્બર માસમાં શરૂ કરાયેલા પ્રથમ તબક્કાના કામને હજુ 10 માસ જેટલો સમય લાગી જશે.

ગુજરાત ફાઇનાન્સિયલ બોર્ડ દ્વારા ફાળવાયેલા 6 કરોડમાંથી પ્રથમ તબક્કે 2.75 કરોડ રૂપિયા ખર્ચાવાના છે, જેમાં હમીરસર તળાવની આવ પાસે ઘાટ અને ફૂડ કોટ સહીતનું કામ ગત વર્ષના નવેમ્બર માસમાં શરૂ થયું હતું. જે પૂર્ણ કરવાની સમયમર્યાદા 18 માસ જેટલી છે. જે કામ હજુ માત્ર 25થી 30 ટકા જેટલું થયું છે, જેથી હજુ 10 માસ જેટલો સમય વીતી જાય તેવી શક્યતા છે. તે પછી નકશા મુજબનો આકાર ઉપસી આવશે. જોકે, ઉપરવાસમાં બારે મેઘ ખાંગા થાય અને મોટાબંધમાંથી હમીરસર તળાવની આવ પાસે ધોધ વહી નીકળે તો ઘાટનો ઘાટ ઘડાઇ જાય તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે. કેમ કે, તેની ગુણવતા જોતા પાણીના ધોધ સામે તે ટકી શકે એવી શક્યતા બહુ ઓછી છે.

ફાઇનલ ટચ થાય ત્યાં સુધી અંદાજ આવે

સુધરાઇનામુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સમય કરતા કામ વહેલું પૂરું થઇ જશે. ફાઇનલ ટચ થાય ત્યાં સુધી તેની ગુણવતા અને મજબૂતાઇનો અંદાજ બાંધી શકાય. વળી હજુ તો 30 ટકાથી પણ ઓછું કામ થયું છે, જેથી અત્યારે કંઇ કહેવું ઘણું વહેલું ગણાય. બીજું, વરસાદી પાણીની આવથી માર આવે તો પણ ફાઇનલ સ્ટેજમાં રિપેર થઇ શકે.

બીજાતબક્કે દાદાદાદી પાર્ક વિસ્તારનો સમાવેશ

મુખ્યઅધિકારીએ વધુમાં કહ્યું હતું કે, બીજા તબક્કામાં દાદાદાદી પાર્ક અને પેન્શનર્સ ઓટલાનો સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ નગરપાલિકા દ્વારા કોઇને સોંપવામાં આવશે તો આપોઆપ જાળવણીની જવાબદારી તેની થઇ જશે. જોકે કન્સલ્ટન્સીના તજજ્ઞો દ્વારા સતત સુપરવિઝનથી કામ થઇ રહ્યું છે આમ છતા તેની પણ શરતો મુજબ મરંમતની જવાબદારી નક્કી થયેલી હોય છે. બાકી પર્યટન માટે ઉત્તમ સ્થળ બનશે.

અન્ય સમાચારો પણ છે...