• Gujarati News
  • National
  • ધૂમ બાઇકર્સો પર પોલીસની ધોંસ : 12 વાહન ડિટેઇન

ધૂમ બાઇકર્સો પર પોલીસની ધોંસ : 12 વાહન ડિટેઇન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંધૂમ બાઇકર્સો પર પોલીસે ધોંસ બોલાવીને 12 વાહન ડિટેઇન કર્યા હતા તેમજ 8 કેસો નોંધીને 5 હજાર જેટલો સ્થળ પર દંડ વસુલવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ પોલીસ વડા મકરંદ ચૌહણની સૂચનાથી ભુજ શહેરમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા શખ્સો વિરૂધ સ્પેશીયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી, રવિવારે સાંજે સાડા સાત વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા દરમિયાન હમીરસર તળાવથી ખેંગાર પાર્ક તથા બસ સ્ટેશન તરફ જતા રોડ પર ભયજનક વાહન ચલાનારા 8 લોક સામે કેસ નોંધ્યા હતા જ્યારે 12 જેટલા વાહનો ડિઇટેન કરી 5 હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...