તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આખરે આજથી ફ્રી સેલ લિગ્નાઇ આપવાનું જીએમડીસીએ શરૂ કર્યું

આખરે આજથી ફ્રી સેલ લિગ્નાઇ આપવાનું જીએમડીસીએ શરૂ કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિગ્નાઇવપરાશકારો માટે લિગ્નાઇ નિયત અને રજિસ્ટ્રેશન થયેલ મીલ કે ભઠા સિવાય અન્ય વેપારીઓને આપતા ફી સેલ લિગ્નાઇટ ગત 1 જુલાઇથી બંધ કરાયું હતું, જે અંગે કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ. એસો. અને ટ્રાન્સપોર્ટ એશો. દ્વારા જનરલ મેનેજર ઠાકોર પાસે રજૂઆત કરતા તેમણે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો કે હવે જીએસટી બાદ ફી સેલ લિગ્નાઇ મળશે નહી, જેથી સંસ્થા દ્વારા સંસદીય સચીવ અને ગુજરાત ટ્રક ટ્રાન્સ. એશો.ના પ્રમુખ વાસણભાઇ આહિર પાસે રજૂઆત કરતા વાસણભાઇએ જીએમડીસીના એમ.ડી.ને સંસ્થાના પ્રતિનિધિ મંડળને સાંભળીને ફી સેલ ચાલુ કરવા રજૂઆત કરતાં એમ.ડી.એ સંસ્થાના અગ્રણીઓને ચાલુ કરવાની ખાતરી આપી હતી, જે અનુસંધાને આજથી ફી સેલ લિગ્નાઇ મળવાનું ચાલુ થયું છે. જીએસડીના કારણે ટન દીઠ રૂા.400 જેટલો ભાવ ઘટાડો થયો છે. વેટ 23 ટકા જેટલું જીએસટી 5 ટકા થતાં મોટો ઘટાડો થયો છે. વપરાશકારો કચ્છના લિગ્નાઇટ તરફ વળશે જેનો પરિણામે ટ્રક માલીકો ટ્રાન્સપોર્ટને સંલગ્ન અન્ય ધંધાદારીઓને મોટો ફાયદો થશે. ગાંધીનગર ખાતે બન્ને સંસ્થાના પ્રતિનિધિઓમાં નરેન્દ્રભાઇ મીરાણી, ડો.નવધણ આહિર, શાંતુભાઇ ગઢવી, વિનોદ સોની, પ્રકાશ ભીંડે, દિપક અગ્રવાલ સહિતના અગ્રણીઓ રજૂઆતમાં સામેલ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...