તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 108 એમ્બ્યૂલન્સે વરસતા વરસાદે સધારાના તરૂણને બચાવ્યો

108 એમ્બ્યૂલન્સે વરસતા વરસાદે સધારાના તરૂણને બચાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંજામેલા વરસાદી માહોલ વચ્ચે ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા સાધારા ગામે 17 વર્ષિય તરૂણ પર આકાશી વીજળી પડતાં ઘટના સ્થળે ધસી ગયેલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના સ્ટાફે વરસતા વરસાદે ભારે જહેમત ઉઠાવીને તત્કાળ સારવાર આપ્યા બાદ ખાવડાના સીએચસીમાં ખસેડીને બચાવી લીધો હતો.

શુક્રવારે સવારે 11.30 વાગ્યાના અરસામાં ઈમરાન નૂરમામદ ગામના ડુંગર પર આવેલા એક ઘરની નજીક ઉભો હતો ત્યારે ભયંકર કડાકા સાથે આકાશી વીજળી ત્રાટકતાં તે ત્યાં ઢળી પડ્યો હતો. દરમિયાન કોઇ જાગૃત ગ્રામજને 108 એમ્બ્યુલન્સને બાબતે જાણ કરતાં તુરંત ખાવડાની 108 ઇમરજન્સી સેવાના ઈએમટી ચેતન જેઠવા અને પાયલોટ ઉસ્માન સમા સાધારા તરફ ધસી ગયા હતા, પણ 15 કિલોમીટરનું અંતર કાપતાં રસ્તામાં નદીનું પૂર નડ્યું હતું જે પાર કરી શકાય તેમ હોતાં અન્ય માર્ગ પસંદ કર્યો હતો. તેમ છતાં વરસાદના કારણે સાધારા પહોંચવું મુશ્કેલ હતું. પરિસ્થિતિ પામી ગયેલાં દર્દીના પરિવારજનો ઇજાગ્રસ્ત તરૂણને 3 કિલોમીટર સુધી ઊંચકીને સામેથી એમ્બ્યુલન્સ સુધી લાવ્યા હતા. માંડ માંડ પહોંચેલી 108ના ઈએમટી સ્ટાફે તત્કાળ સ્થળ પર સારવાર આપી ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડતાં તેનો જીવ બચી ગયો છે.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત દર્દીને ખાવડા CHCમાં ખસેડાયો

અન્ય સમાચારો પણ છે...