તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભીમાસર(ચ)માં ‘કોંગ્રેસ આપના દ્વારે’ અંતર્ગત લોકસંપર્ક યોજાયો

ભીમાસર(ચ)માં ‘કોંગ્રેસ આપના દ્વારે’ અંતર્ગત લોકસંપર્ક યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષાંતેયોજાનારી વિધાનસભાની ચૂંટણીઓની પૂર્વતૈયારીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં ‘કોંગ્રેસ આપના દ્વારે’ કાર્યક્રમ હેઠળ લોકસંપર્ક કરાઇ રહ્યો છે. અંજાર તાલુકાના ભીમાસરમાં યોજાયેલા કાર્યક્રમમાં અંજાર વિધાનસભા ક્ષેત્રના પ્રભારી દશરથ ચરકટા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશન રબારીએ આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામે તમામ સીટો જીતાડવા માટે ટીમને મજબૂત કરવાની હાકલ કરી હતી. જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી.કે. હુંબલ અને તાલુકા પંચાયત સદસ્ય અરજણ ખાટરીયાએ જીએસટીથી સામાન્ય લોકોની કમ્મર તોડી નાખવામાં આવી હોવાની વાત કરી હતી. અડધા કરોડથી વધુ લોકોને ઘરનું ઘર દેવાની વાત હવા થઇ ગઇ છે. ખેડૂતોના વીમા બેંકોમાંથી બારોબાર કાપી લેવાતા હોવાથી ખેડૂતવર્ગ અને પશુપાલકો પરેશાન થઇ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો.

બેઠકમાં જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અરજણ વાઘેલા, મંત્રી મહોબ્બતખાન મલેક, યુવક કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ દરજી, રવિ આહિર, રમજાનભાઇ, બબીબેન ભીલ, માલસુર બાળા, ઘેલાભાઇ, એસ.કે. હુંબલ, રાધુભાઇ રવાભાઇ, આત્મારામ ગામોટ, રાજેશ હેઠવાડીયા, લાખાભાઇ રબારી, ચનાભાઇ રબારી, વિશાભાઇ રબારી, શામજીભાઇ, ગોવિંદ ડાંગર, મહેશ આહિર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંગઠન મજબૂત બનાવી વિધાનસભાની તમામ બેઠકો જીતવા કરાઇ હાકલ

અન્ય સમાચારો પણ છે...