તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાડાના દોરીવાલા સહિતના 2 ટાઉન પ્લાનર બદલાયા

ભાડાના દોરીવાલા સહિતના 2 ટાઉન પ્લાનર બદલાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયનાશહેરી વિકાસ વિભાગે સમગ્ર ગુજરાતના 34 જેટલા ટાઉન પ્લાનરની બદલીના આદેશ જારી કર્યા છે. ત્યારે બદલીના દોરમાં કચ્છના પણ 2 ટાઉન પ્લાનરનો સમાવેશ કરાયો છે. સતાવાર સુત્રો પાસેથી જાણવા મળેલી વિગત અનુસાર ભુજ શહેરી વિકાસ સતામંડળના મુખ્ય ટાઉનપ્લાનર એવા એચ.પી.દોરીવાલાની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે. તો નગરનિયોજક જે.પી.પટેલને મહેસાણા મુકવામાં આવ્યા છે. પટેલના સ્થાને વડોદરાથી એચ.પી.કૃષ્ણરાવને ભુજના નગરનિયોજક તરીકે મુકાયા છે. જોકે દોરીવાલાના સ્થાને કોઇની પણ નિયુકિત ના કરાતાં જગ્યા ખાલી પડી છે. ઉલ્લેખનિય છેકે ભુજના ડેવલોપમેન્ટ પ્લાન રચવા સહિતમાં મહત્વની ભુમિકા ભજવી હતી.

અન્ય સમાચારો પણ છે...