તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજમાં 13 હજાર એલઇડી 1 વર્ષે લાગે એટલી ધીમી ગતિએ કામગીરી

ભુજમાં 13 હજાર એલઇડી 1 વર્ષે લાગે એટલી ધીમી ગતિએ કામગીરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંએલઇડી લગાડવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ છેલ્લા 1 માસમાં ફકત ફક્ત 1700 જેટલી એલઇડી લાગી હોવાથી 13 હજાર એલઇડી લગાડતા 1 વર્ષ નીકળી જાય એટલી ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે. ઇઇએફએલને એલઇડી લગાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, જેણે સૂર્યા કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો છે અને સૂર્યા કંપનીએ વળી કે.કે. ઇલેક્ટ્રોનિક કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો છે. રોજની 150 એલઇડી લગાડવાની ગણતરી હતી, જેથી 1 માસમાં 4500 જેલી એલઇડી લગાડી શકાય, પરંતુ 25 દિવસ સુધી તો માંડ 700 જેટલી એલઇડી લાગી હતી. જે બાદ નગરપાલિકાની રોડ લાઇટ બ્રાન્ચ હેડ દક્ષેષ ભટ્ટે કામમાં ગતિ લાવવા અનુરોધ કર્યો હતો, જેથી 35 દિવસમાં 1700 જેટલી એલઇડી લગાડી દેવાઇ છે. જો ગતિએ કામગીરી ચાલે તો 13 હજાર એલઇડી લગાડવામાં 1 વર્ષ જેટલો સમય લાગી જાય તેમ છે. રોડ લાઇટ બ્રાન્ચ હેડ દક્ષેષ ભટ્ટે કહ્યું હતું કે, કંપની હજુ વધુ ટીમો કામે લગાડવાની છે, જેથી કામમાં ગતિ આવશે અને 6 માસમાં શહેરભરમાં એલઇડી લાગશે.

અન્ય સમાચારો પણ છે...