તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બીસીસીબીની ચૂંટણીમાં 13 બેઠક સામે 26 ઉમેદવાર મેદાને જંગમાં

બીસીસીબીની ચૂંટણીમાં 13 બેઠક સામે 26 ઉમેદવાર મેદાને જંગમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાભરમાં11,000થી વધુ સદસ્યો ધરાવતી અને વેપારીવર્ગમાં પ્રતિષ્ઠિત ગણાતી એવી ભુજની કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે.

ગઇકાલે 14મીના રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બે પેનલ સિવાયના તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતાં હવે જથ્થાબંધ વેપારી પેનલ અને વેપારી પેનલના 13-13 મળી કુલ્લ 26 ઉમેદવારોએ મેદાનમાં ઝુકાવ્યું છે. સામાન્ય 10 બેઠકો માટે 20, 2 મહિલા બેઠકો માટે 4, SC/STની 1 બેઠક માટે 2 જણા નોંધાયા છે. સત્તાધારી પક્ષ ભાજપના નગરસેવકોએ પણ બન્ને પેનલોમાંથી ઉમેદવારી નોંધાવી હોઇ સામ-સામે આવી ગયા છે. બેંકના માજી અને વર્તમાન ડાયરેક્ટરો પણ ગત ચૂંટણીમાં સાથે હતા તે સામ-સામે થઇ ગયા છે. પૂર્વ ચેરમેન જયેશ સચદેએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. પ્રથમ જથ્થાબંધ વેપારી પેનલમાં અને પછીથી વેપારી પેનલમાં સામેલ થવા તેમણે પ્રયાસો કર્યા હતા પણ ક્યાંય મેળ બેસતાં આખરે ઉમેદવારી પરત ખેંચવાની નોબત આવી હતી. જો કે, તેમનો ટેલીફોનિક સંપર્ક કરાતાં તેઓ થોડા સમય પહેલાં પરિવાર સાથે મુંબઇ શિફ્ટ થયા હોવાથી ઉમેદવારી પરત ખેંચી હોવાનું કારણ આપ્યું હતું.

બન્ને પેનલોના મહારથીઓ

જથ્થાબંધ વેપારી પેનલ : મેહુલઠક્કર, કમલ કારિયા, કલ્પેશ ઠક્કર, ચિંતન ઠક્કર, ધીરેન લાલન, નરેશ સોમૈયા, રિતેશ છેડા, હર્ષદ ઠક્કર, હિતેશ ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર, રેશ્માબેન ઝવેરી, રમેશ માહેશ્વરી, નયન પટવા

વેપારીપેનલ : ગૌતમશેઠિયા, મધુકર પ્રેમજી ઠક્કર, મહેન્દ્ર લાલજી ઠક્કર, અશ્વિન ધારાણી, ચેતન રવિવાલ શાહ, દર્શન જમનાદાસ, ભોગીલાલ મહેતા, ધીરેન ઠક્કર, ધનસુખ મોરબીયા, પરેશ મહેતા, હિનાબેન ઠક્કર, ઊર્મિલાબેન શાહ, હમીર ખાંખલા

જથ્થાબંધ વેપારી અને વેપારી પેનલ ખેલશે અંતિમ જંગ

અન્ય સમાચારો પણ છે...