તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજીયા ડુંગરે ભુજંગદેવના મેળાથી શ્રાવણી મેળાઓનો થશે પ્રારંભ

ભુજીયા ડુંગરે ભુજંગદેવના મેળાથી શ્રાવણી મેળાઓનો થશે પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
288વર્ષની રાજ પરંપરા મુજબ કચ્છના મહારાઓ દ્વારા ભુજીયાના મેળાની જાહેરાત કરાઈ છે. નાગપંચમીની તા.27/7 ગુરૂવારે ભુજીયા પર આવેલા ભુજંગ દેવની રોહા જાગીરના ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી દ્વારા સવારે 9:30 કલાકે પૂજા-અર્ચના કર્યા બાદ રાજ પરંપરા મુજબ પૂજારી હિરાભાઈ ઠાકોરને તિલક કરી સર્વેજ્ઞાતિના ધર્મપ્રેમીઓ માટે દર્શન અને મેળો ખુલ્લો મુકાશે.

રાજ પરીવારમાંથી 20 જેટલા વાહનો શાહી સવારીમાં ડુંગર પર દર્શન કરવા આવશે. નાગ પંચમીના ઈતિહાસ પર નજર કરીએં તો કચ્છ પર અવાર-નવાર આક્રમણો થતા હતા જેનાથી કચ્છને બચાવવા મહારાઓ ગોડજીએ ભુજીયા ડુંગર ફરતે કિલ્લો બંધાવ્યો. બાદમાં અમદાવાદના શેર બુલંદ ખાને ભુજ પર હુમલો કર્યો અને ઘમાસાણ યુદ્ધ થયું અને યુદ્ધમાં કચ્છી રાજાનો વિજય થયો. દિવસ નાગ પંચમીનો હતો.

કચ્છના મહારાજા દેશળજી ભુજીયા ડુંગરે આવીને ખેતરપાળ દાદાની પૂજા કરી અને સેનાપતિનું સન્માન કર્યું અને પ્રજા માટે એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ત્યારથી વિજય મહોત્સવ 288 વર્ષથી દર વર્ષે ઉજવવામાં આવે છે અને છેલ્લા 66 વર્ષથી પૂજા-અર્ચના અને મેળાની પરંપરા મહારાઓ પ્રાગમલજી ત્રીજા નીભાવતા આવ્યા છે. વર્ષે તેમની તબીયત નાદુરસ્ત હોતા પરંપરા રોહા જાગીરના ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી નિભાવશે તેવો હુકમ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...