• Gujarati News
  • National
  • આદિપુરમાં યુવા મહોત્સવમાં કચ્છની 31 કોલેજના છાત્રો હોંશભેર જોડાયા

આદિપુરમાં યુવા મહોત્સવમાં કચ્છની 31 કોલેજના છાત્રો હોંશભેર જોડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરનીતોલાણી કોમર્સ કોલેજ ખાતે કચ્છ યુનિવર્સિટીના 13મા યુવક મહોત્સવને ખુલ્લો મુકતા કુલપતિએ કોલેજે કરેલી કામગીરીની સરાહના કરીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉત્સવપ્રેમી હોવાનું જણાવી ટેલેન્ટેડ વિદ્યાર્થીઓની શરમ છૂટશે, તો આત્મવિશ્વાસ વધશે તેમ જણાવ્યું હતું. 31 કોલેજના એક હજાર જેટલા વિદ્યાર્થીઓ જુદી-જુદી 24 જેટલી ઇવેન્ટમાં ભાગ લીધો હતો. મોડી સાંજે આવેલા પરીણામ મુજબ ભુજની સંસ્કાર કોલેજને ફાળે ચેમ્પીયન ટ્રોફિ ગઇ હતી જ્યારે રનર્સઅપ તોલાણી આટ્સ એન્ડ સાયન્સ કોલેજ રહી હતી.

કુલપતિ સી.બી. જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટીની સ્થાપના પછી યુવા મહોત્સવની ઉજવણીને વેગ મળ્યો છે. જે દર્શાવે છે કે, કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉત્સવપ્રેમી છે. જે કક્ષાએ શો તેનાથી વધુ વેગ આવતા બે વર્ષમાં મળશે. ઉજવણી યુનિવર્સિટી કેમ્પમાં થતી હોય છે, પરંતુ હાલ ત્યાં રીનોવેશન સહિતની કામગીરી ચાલે છે. તેવા સંજોગોમાં કોલેજે ઉજવણી કરવા મેનેજમેન્ટના સહકારથી સક્ષમ હોવાનું સ્થાપિત કર્યું છે. 13મા યુવક મહોત્સવની ઉજવણી બાદ તા.4 ઓક્ટોબરે શ્યામકૃષ્ણ વર્માની જન્મ જયંતીએ પદવીદાન સમારોહ યોજાશે. હવે પછી ચોથી ઓક્ટોબરે પદવીદાન દિન જાહેર કર્યો છે. યુવક મહોત્સવમાં આયોજન થાય તે માટેનો દિવસ જાહેર કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તાલીમ આપી કેટલાક વિદ્યાર્થીઓ ટેલેન્ટેડ હશે, પરંતુ શરમ છૂટશે, તો આત્મવિશ્વાસ આવશે અને બીજે પ્રેરણા પૂરી પાડશે. તેને તક આપવા પર ભાર મુક્યો હતો. પ્રસંગે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ દિનેશ ગુપ્તાએ ઉત્સવના કાર્યક્રમોમાં જોઇએ તે સપોર્ટ આપવાની તૈયારી દાખવી હતી. કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષણ કમિશ્નર એ.જે. શાહ આવનારા હતા, પરંતુ કોઇ કારણોસર તેઓ ગેરહાજર રહ્યા હતા, પરંતુ તેમનો શુભેચ્છા સંદેશ આવ્યો હતો, તે જાહેર કરવામાં આવ્યો હતો.

સવારથી 24 સ્પર્ધાઓમાં યુવાહિર ઝળક્યું

યુવકમહોત્સવમાં જુદી-જુદી 24 જેટલી સ્પર્ધાઓ સોંગ, મ્યૂઝિક, ડાન્સ, ફાઇન આર્ટસ વગેરેની હોવાથી સવારથી જુદી-જુદી સ્પર્ધાઓ શરૂ કરી દેવામાં આવી હતી. પ્રભુદર્શન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા ઝળકાવી હતી, તેને ઉપસ્થિતોએ દાદ આપી હતી.

ટેલેન્ટેડ વિદ્યાર્થીઓની શરમ છૂટશે, તો કોન્ફીડન્સ વધશે : કુલપતિ

અન્ય સમાચારો પણ છે...