તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

તા.17/9ના માતૃછાયા કન્યા વિદ્યાલય, ભુજ ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાનાર છે. જેમાં વકતૃત્વ સ્પર્ધા (અ) વિભાગનો વિષય ખેલકુદનું મહત્વ, મને શું થવું ગમે, મારે બનવું છે આદર્શ બાળક, જયારે (બ) વિભાના વિષયો વ્યાયામના લાભ, આવી નવલી નવરાત્રિ અને મે કરેલો પ્રવાસ રહેશે.

ઇસ્કોનભુજ દ્વારા યુવા સેમિનાર

18/9થી23/9 સુધી દિવસ આત્મ ખોજ એક શ્રીમદ ભગવદ ગીતા આધારીત યુવા સેમિનાર રાત્રે 8થી 9:30 દરમિયાન, ઇસ્કોન, સરદાર પટેલનગર મધ્યે. 18થી 45 વર્ષ સુધીના ભાગ લઇ શકશે. રજિસ્ટ્રેશન માટે સંપર્ક મો.94288 95020.

કાળીપરમેશ્વરીમાતાજી મંદિર ટ્રસ્ટ

કાળીપરમેશ્વરી માતાજીના નવરાત્રિ આઠમ હવન નિમિત્તે તથા ટ્રસ્ટી કારોબારી મંડળ, યુવક મંડળ, મહિલા મંડળની રચના અંગે બેઠક તા.18/9ના સાંજે 5 કલાકે, કાળી પરમેશ્વરી માતાજી મંદિર, સોનીવાડ ખાતે મળશે.

વિનામૂલ્યેમેડિકલ કેમ્પનું આયોજન

અશરફસૈયદ એજ્યુ.એન્ડ મેડિકલ ફાઉન્ડેશન તથા વિવિધ સંસ્થાના ઉપક્રમે મેડિકલ કેમ્પ તા.17/9ના બપોરે 3 કલાકે, હુસેની ચોક, મેન્ટલ હોસ્પિટલની બાજુમાં કેમ્પ એરિયા ખાતે, જેમાં બાળરોગ, સ્ત્રી, રોગ તપાસ, નિદાન વિનામૂલ્ય કરી અપાશે.

સત્યમમિત્રમંડળ દ્વારા સેવાકીય કાર્ય

સત્યમમિત્ર મંડળ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે ગાયોને નીરણ, કાગડાને ખીર, રંક બાળકોને, પાગલો તેમજ અનાથને ભોજન જેવા વગેરે સેવાકિય કાર્ય કરવામાં આવશે. કાર્યમાં સહયોગ આપવા સંપર્ક મો.93743 37157.

ગર્ભોત્સવસંસ્કાર માર્ગદર્શન શિબિર

ગાયત્રીશક્તિપીઠ ભુજમાં તા.18/9ના સાંજે 6થી 7 દરમિયાન ગર્ભોત્સવ સંસકાર માર્ગદર્શન શિબિર પ્રેઝન્ટેશનના માધ્યમથી આપવામાં આવશે.

નિ:શુલ્કહોમિયોપેથીક સારવાર

તા.18/9નાસવારે 9થી 10:30 દરમિયાન નિ:શુલ્ક હોમિયોપેથીક સારવાર, બિલેશ્વર મહાદેવ મંદીર, માતૃશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ હોલ મધ્યે.

કવિઓજૈન મહાજન દ્વારા રાહતદરે મેડિકલ કેમ્પ

કવિઓજૈન મહાજન ભુજ સંચાલીત રતનશી ટોકરશી વોરા મેડિકલ સેન્ટર ખાતે તા.18/9ના કેમ્પ સવારે 9થી 1 દરમિયાન યોજાશે, જેમાં અમેરિકા તથા કેનેડાના સ્થાઇના સુપર નિષ્ણાંત પોતાની રાહદરે સેવા આપશે. કરોડરજ્જુ, ફ્રેકચર, ખસી ગયેલી ગર્દન, હાડકા તથા મણકા જેવા વગેરે રોગની સારવાર તથા નિદાન કરી અપાશે. નામ નોંધાવવા 255318.

ભારતીયસેવા મંડળ દ્વારા વાર્ષિક મહોત્સવ

મંડળદ્વારા 69મો વાર્ષિક મહોત્સવ તેમજ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તા.18/9ના સાંજે 4 કલાકે મોઢ વણિક સમાજવાડી ખાતે.

પબ્લિકપાર્ક સ્પોર્ટસ કલબ મહિલા પાંખ

પબ્લિકપાર્ક સ્પોર્ટસ કલબ ભુજ મહિલા પાંખ દ્વારા નવરાત્રિમાં ભાગ લેવા ઇચ્છતી સંસ્થાની બહેનોએ પોતાના નામ નોંધાવવા સંપર્ક મો. 98254 66616.

પોસ્ટઓફિસના એજન્ટ જોગ

પોસ્ટઓફિસના જિલ્લાના તમામ નાની બચતના એન્જટોએ જણાવાનું કે, નાણાંકીય વર્ષો દરમિયાન ફાઇલ થયેલા ટીડીએસ રીટર્નમાં જે એજન્ટોની રકમ ઓન લાઇન નહી દેખાવાના કારણે અથવા તો જેમણે ફોર્મ-16 નહી મળ્યાના કારણે ટીડીએસ રકમ રિફંડ મેળવી શકયા નથી તેમણે પોસ્ટ માસ્તર ભુજ હેડ પોસ્ટ ઓફિસનો ફો.222952 સંપર્ક કરવો.

ગર્ભવતીમાતાઓ માટે પ્રવૃત્તિ-માર્ગદર્શન

સમર્થભારત કેન્દ્ર વિદ્યા ભારતી પ્રેરિત અને કચ્છ કલ્યાણ સંઘ ભુજ દ્વારા સમર્થ ભારત પ્રવૃતિ અને માર્ગદર્શન કેન્દ્રમાં આવતી તથા નવી જોડવવા ઇચ્છતી સગર્ભા માતાઓ માટે દર શનિવારે પ્રવૃત્તિ વર્ગ સાંજે 5થી 6:30 દરમિયાન એંકરવાલા સરસ્વતી શીશુવાટીકા, સંતોષીમાના મંદિર પાસે. સંપર્ક મો.94286 80071.

મિસ્કીનશાપીરરહેમતલ્લા અલ્યહનો ઉર્ષ

તા.17/9નાહજરત મિસ્કીનશાપીર રહેમતલ્લા અલ્યહનો ઉર્ષ, આઇટીઆઇના બાજુમાં યોજવામાં આવશે. જેમાં સવારે 10 કલાકે કુરઆનખાની અસર નમાજ બાદ તકરીર તથા મગરીબ નમાજ બાદ ન્યાઝનું પ્રોગ્રામ યોજાશે.

વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન અને નેત્ર નિદાન કેમ્પ

રણછોડરાયજીસત્સંગ મંડળ ટ્રસ્ટ-ભુજ દ્વારા આંખનો નેત્ર નિદાન કેમ્પ તથા મોતીયાના ઓપરેશન દર મહિનાની 21 તારીખે યોજવમાં આવે છે.

ગાંધીધામમાંફૂટબોલ સિલેકશન ટ્રાયલ

સ્પોર્ટસઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભુજ હસ્તક ફુટબોલ લીગ માટે અન્ડર-14 તથા અન્ડર-12 પસંદગીનું આયોજન તા.19/9 તથા 20/9ના યોજાશે. ખેલાડીઓ તા.19/9ના સવારે 9:15 કલાકે, રમત સંકુલ ગાંધીધામ રામબાગ રોડ, હસમત ખાન પાસે રિપોર્ટિગ કરવાનું રહેશે. વધુ વિગત માટે મો.99132 42111.

જાંગીડબ્રાહ્મણ સમાજ સમિતિ ટ્રસ્ટ

વિશ્વકર્માપૂજા દિને તા.17/9ના સવસારે 9થી 1 દરમિયાન મનાવવામાં આવશે, જેમાં હવન, જનોઇ, સંસ્કાર સન્માન, આરતી, પ્રસાદનું આયોજન. પ્લોટ નં.1-2, વોર્ડ 10/બી.ડી. રાધેશ્યામ બંસલ માર્ગ, ગાંધીધામ ખાતે.

ગાંધીધામરાજપૂત સમાજની કારોબારી બેઠક

રાજપૂતસમાજની કારોબારી મીટિંગ તા. 18/9ના સાંજે 5 વાગ્યે અમીતકુમાર ચૌહાણના નિવાસસ્થાન, પ્લોટ નં 30, વોર્ડ 9એ, પ્રેમનગર સોસાયટી, આદર્શનગર, ગાંધીધામ ખાતે.

માંડવીમાંસ્વામી શ્યામાનંદજીની પ્રશ્નોત્તરી/બેઠક

મુંબઇનાપ્રખર જીવન દર્શક વિદ્વાન સ્વામી શ્યામાનંદજી મહારાજ સાથેની સૂરીલ બેઠક, મૂલ્યવાન પ્રશ્નોતરીનું આયોજન તા.18/9 સાંજે 5થી 7 દરમિયાન ભાગ લેવા સંપર્ક મો.8735929507 કરવો.

નવચેતનભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર

નવચેતનભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે માંડવી આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના સહયોગથી તા.18/9ના બપોરે 3:30 કલાકે ત્રિવેણીસંગમ કાર્યક્રમ યોજાશે, જેમાં રમત ગમત સ્પર્ધા અને વિશિષ્ટ કાર્યક્રમ યોજી ઇનામો આપી આશ્રમવાસીઓને પ્રોત્સાહન કરવામાં આવશે.

માંડવીમાંકેન્સરનું રાહતદરે નિદાન

માંડવીજનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા મ્હો, ગળાના કેન્સરના સર્જરી નિષ્ણાંત દ્વારા રાહતદરે નિદાન તા.17/9ના બપોરે 3થી 5 તેમજ તા.18/9ના સવારે 10:30 કલાકે લોહીના કેન્સરનું નિદાન કરી અપાશે.

દાદાભગવાન પ્રેરિત સત્સંગ-કુકમા

તા.17/9નાસત્સંગ સાંજે 5:30થી 7 દરમિયાન ચૌહાણ ઘનશ્યામ કરમશીના નિવાસસ્થાન, કુકમા મધ્યે.

અન્ય સમાચારો પણ છે...