• Gujarati News
  • National
  • પ્રમુખસ્વામીને પીંછીના સથવારે શ્રદ્ધાંજલિ અપાશે

પ્રમુખસ્વામીને પીંછીના સથવારે શ્રદ્ધાંજલિ અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રમુખસ્વામીનાઅક્ષરવાસની માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે કચ્છ આર્ટિસ્ટ સોસાયટી તથા સંસ્કાર ભારતીના સંયુક્ત ઉપક્રમે તા.18/9ના રવિવારે સવારે 9થી 12 કલાક દરમિયાન હમીરસર તળાવ પાસે, પેન્શનર્સ ઓટલા પર પ્રમુખસ્વામી મહારાજના ચિત્રો બનાવવાનો એક કાર્યક્રમ યોજાયો છે. પ્રમુખસ્વામીને શ્રદ્ધાંજલિ આપવાના નવતર દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકવા તથા આશીર્વચન પાઠવવા માટે ભુજ પ્રમુખસ્વામી મંદિરના સંતો તથા ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ હાથી ઉપસ્થિત રહેશે. પ્રમુખસ્વામીના ચિત્રો બનાવી તેમને શ્રદ્ધાસુમન અપાશે. પીંછી અને શ્રદ્ધાના સથવારે શ્રદ્ધાંજલિ અપાશે. અવસરે પ્રમુખસ્વામીના ભક્તો, નગરજનો તથા કચ્છના આર્ટિસ્ટોને મોટી સંખ્યામાં જોડાવવા માટે કચ્છ આર્ટિસ્ટ સોસાયટી તથા સંસ્કારભારતી તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...