• Gujarati News
  • National
  • માધાપર નજીકથી ચોરીની બાઇક સાથે બે શખ્સો પકડાયા

માધાપર નજીકથી ચોરીની બાઇક સાથે બે શખ્સો પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના માધાપર હાઇવે નળવાળા સર્કલ પાસે ચોરીની બાઇક સાથે બે શખ્સોને ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા.

એલસીબી સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, માધાપર હાઇવે પર આવેલા નળવાળા સર્કલ પાસે આવતા બે ઇસમો ચોરી કે છળકપટથી મેળવેલી બાઇક લઇને માધાપર પોલીસ ચોકીથી નળ વાળા સર્કલે આવી રહ્યા છે, ત્યારે સામેથી આવી રહેલી મોટર સાયકલ જી.જે.12 સીઇ 6879 લઇને આવતા માધાપર જુનાવાસમાં રહેતા અરવિંદ સુમાર કોલી (ઉ.વ.30) તથા દેવજી રામજી કોલી (ઉ.વ.30)ને પકડી પાડ્યા હતા. મોટર સાયકલના પાસે કોઇ રજીસ્ટ્રેશનના કાગળો કે કોઇ આધાર પૂરાવા હોઇ, ચોરી કે છળકપટથી મેળવી હોય તેવું જણાતા બન્ને ઇસમોની અટક કરી ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરાશે.

આધાર પૂરાવા હોવાથી કરાઇ અટકાયત

અન્ય સમાચારો પણ છે...