તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ ગટર પમ્પિંગ સ્ટેશનમાં ગેસ ગળતરથી 1નું મોત

ભુજ ગટર પમ્પિંગ સ્ટેશનમાં ગેસ ગળતરથી 1નું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં ભૂગર્ભ ગટરના 9 પમ્પિંગ સ્ટેશનની મરંમત ઠેકેદારના હવાલે

ભુજમાંખારસરા મેદાન પાસે ભુજ ભૂગર્ભ ગટર યોજના હેઠળ બનાવાયેલું મુસ્કાનનગર પમ્પિંગ સ્ટેશન આવેલું છે, જેમાં શુક્રવારે સવારે મેમણ ટ્રેડર્સના 6 કામદારો સફાઇ કામગીરી કરી રહ્યા હતા, જેમાંથી એકનું ગેસ ગળતરથી મોત થયું હતું અને 5 વ્યક્તિ સારવાળ હેઠળ હોવાના હેવાલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે ત્રણેક વર્ષ પહેલા 50 કિ.મી.ના વિસ્તારમાં ગટર લાઇન પાથરી હતી, જેમાં 9 જગ્યાએ પમ્પિંગ સ્ટેશન બનાવ્યા હતા, જેમાંથી એક ખારસરા મેદાન નજીક આવેલા મુસ્કાનનગરમાં પણ પમ્પિંગ મશીન આવેલું છે. જેની સફાઇ માટે ભુજ નગરપાલિકાના કર્મચારી બશીર હારૂન મેમણના પુત્રને કોન્ટ્રાક્ટ અપાયો છે, જેથી બશીર હારૂન શુક્રવારે સવારે 9:30 વાગ્યાની આસપાસ 5 અન્ય કામદારોને લઇ સફાઇ કરી રહ્યો હતો, ત્યારે નીચે ઉતરેલા 2 કામદારોમાંથી એક બેભાન થઇ પડી ગયો હતો, જેથી તેની સાથેના અન્ય એકે રાડારાડ પાડી હતી, પરંતુ થોડી ક્ષણોમાં તે પણ બેશુદ્ધ થઇ પડી ગયો હતો. જેથી તેમને બચાવવા અન્ય ત્રણ નીચે ઉતર્યા હતા, પરંતુ તેઓ ગેસ ગળતરનો ભોગ બન્યા હતા અને નીચે પટકાઇ ગયા હતા, જેથી બશીર હારૂને રાડારાડ કરી આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા હતા. જે ક્રિકેટ રમી રહેલા યુવાનોએ સાંભળી હતી અને સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જેમણે સૌને બહાર કાઢ્યા હતા. દરમિયાન ભુજ સુધરાઇના વિપક્ષી કોંગ્રેસી નગરસેવક કાસમ સમા, સુલેમાન હિંગોરજા, મુસ્તાક હિંગોરજા સહિતના પણ મદદ માટે દોડી આવ્યા હતા, જેમાંથી કોઇકે 108ને કોલ કર્યો હતો, પરંતુ એકાદ કલાક સુધી 108 આવતાં તાત્કાલિક 5 વ્યક્તિઓને છકડાથી ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે અશોક જોગને મૃત જાહેર કર્યા હતા અને બાકીના 4ને ઇમર્જન્સી વોર્ડમાં ખસેડી સારવાર આપી હતી.

બશીર મેમણ પાસામાં જઇ આવ્યો છે

સૂત્રોએ કહ્યું હતું કે, લક્ષ્મી કન્સ્ટ્રક્શન કંપનીએ ગટરલાઇન પાથરી હતી. ત્યારબાદ મરંમતની જવાબદારી માટે તેણે કેવડિયા કન્સ્ટ્રક્શન કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કેવડિયા કન્ટ્રક્શન કંપનીએ વળી નગરપાલિકાની ફરિયાદોનો નિકાલ કરવા મેમણ ટ્રેડર્સને કોન્ટ્રાકટ આપ્યો હતો, જે ભુજ સુધરાઇના કર્મચારી બશીર હારૂન મેમણના પુત્રના માલિકીના નામે બોલે છે. બશીર હારૂન અગાઉ પાસા હેઠળ જેલના સળિયા પણ ગણી આવ્યો છે.

કંપનીકામદારોને વીમાે પૂરો પાડે છે

કેવડિયાકન્સ્ટ્રક્શનના માલિક વિપુલ કેવડિયાએ જણાવ્યું હતું કે, લક્ષ્મી કન્સ્ટ્રક્શન અને કેવડિયા કન્સ્ટ્રક્શન કંપની એક છે, તેમાં કામ કરતા કર્મચારીઓને વીમા કવચ પૂરું પાડતી હોવાથી ભોગ બનનારાઓને તેનો લાભ મળશે.

સુધરાઇ 2017ની સુધી માત્ર સેતુ જેવી ભૂમિકા નિભાવશે

ચેમ્બરમાં ગેસના ગૂંગળામણથી અકાળે મૃત્યુ પામેલા સફાઇ કામદાર અશોક જોગીના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ભુજની ખાનગી હોસ્પિ.માં બનાવ બાદ વલોપાત કરતા પરિવારજનો તસવીરમાં નજરે પડે છે.

અંદર ઉતરેલા કામદારોમાંથી એકનો ભોગ લેનારી પમ્પિંગ સેન્ટરની ચેમ્બર નજરે પડ છે.

અમારું તો સર્વસ્વ લૂંટાઇ ગયું : પરિવારનો કલ્પાંત

છે ગોઝારી ગટર ચેમ્બર

જવાબદારો સામે ફોજદારી ફરિયાદની માગણી

5 કામદારોને ઝેરી અસર થતાં સારવાર હેઠળ : ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીએ પાલિકાના કર્મચારીને સફાઇનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો

ગટરની ચેમ્બરમાં કામદારનું ગૂંગળાઇ જવાથી મોતની ઘટનામાં રાષ્ટ્રીય અનુસૂચિત આયોગની સબકમિટીના મેમ્બર ધર્મેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, ગટરની ચેમ્બરમાં કોઇ પણ કામદારને ઉતારવો હોય, તો આધુનિક સાધનો સાથે ઉતારવાનો હોય છે, તેમ છતાં કોઇને અંદર ઉતારવામાં આવે અને તેનું મોત થાય, તો જવાબદાર અધિકારી સામે સમાજ કલ્યાણ અધિકારી દ્વારા ફોજદારી ફરિયાદ કરી શકાય છે. ગોહિલે એવી માગ કરી હતી કે, ભુજની ઘટનામાં જવાબદાર સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવે અને મૃતકના પરિવારને આર્થિક વળતર ચૂકવવું જોઇએ.

દુર્ઘટનાનોભોગ બનનારા

દુર્ઘટનામાંઅશોકભાઇ જોગીનું નિધન થયું હતું, જ્યારે અરવિંદ જોગીની હાલત ગંભીર હોતાં આઇસીયુમાં રખાયા હતા. રાજેશ કોલી, ભરત જોગી, રવજી જોગી, બશીર મેમણને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...