તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તાલુકાના દબાણ દૂર કરવામાં તંત્ર નિરસ

તાલુકાના દબાણ દૂર કરવામાં તંત્ર નિરસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ તાલુકામાં દિન-પ્રતિદિન દબાણનો મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે. સંકલન સમિતિમાં લાંબા સમયથી અટવાયેલા અંતરજાળ, મીઠીરોહર સહિતના ગામોમાં થયેલા દબાણ દૂર કરવામાં તાલુકા પંચાયતને રસ હોવાની છાપ ગ્રામીણ વિસ્તારના લોકોમાં પડી રહી છે. સંકલન સમિતિમાં માત્ર ખો આપવાની નીતિ અપનાવીને સંતોષ માનવામાં આવી રહ્યો છે.

કચ્છના આર્થિક પાટનગર સમા ગાંધીધામમાં દબાણનો મુદ્દો નવો નથી. ગૌચર કે ગામતળના દબાણ અગાઉ ચર્ચાના એરણે ચડેલા છે. જુદા જુદા ગામોમાં લાંબા સમયથી દબાણ કરવામાં આવી રહ્યા છે. દબાણ દૂર કરવા માટે જે તે સમયે આંદોલનો પણ થયા હતા. પરંતુ પાછળથી તેનું કોઇ નક્કર પરીણામ આવી શક્યું નથી. તાલુકા સંકલન સમિતિની બેઠકમાં અંતરજાળ શાંતિનગરના મુખ્ય રસ્તા પર કરશનભાઇ આગરીયા દ્વારા કરેલા દબાણ હોય કે, મીઠીરોહર ગામના દબાણ દૂર કરવા માટે ઠાગાઠૈયાની વૃત્તિ તંત્ર દ્વારા દાખવવામાં આવી રહી છે. કહેવા ખાતર કેટલીક વખત ફેન્સીંગ કરીને ફોટા પડાવીને રીપોર્ટ કરી દેવામાં આવતો હોય છે. હકીકતે ઘટના સ્થળે ત્યાર બાદનું દ્રશ્ય કંઇક અલગ હોય છે. જેને કારણે ગ્રામીણ વિસ્તારના લોકોને તંત્રની નીતિ પર શંકા જાય તે સ્વભાવિક છે. તાલુકા પંચાયતને વખતો વખત અપાયેલી સૂચના પછી પણ કોઇ નક્કર કાર્યવાહી દબાણ દૂર કરવા માટે કરવામાં આવતી નથી. સંકલન સમિતિ પણ માત્ર જે તે દિવસે માત્ર ચર્ચા કરીને સૂચના આપે છે. પાછળથી ફોલોઅપ આપવાની કોઇ પદ્ધતિ અપનાવતી નથી.

રાજકીય દબાણ પણ કારણભૂત

ગ્રામીણવિસ્તારના થયેલા દબાણોમાં કેટલીક વખત રાજકીય દબાણ પણ મહત્વનું પરીબળ બની રહ્યું છે. તંત્રની દબાણદૂર કરવાની નિષ્ઠા હોવા છતાં રાજકારણીઓ દ્વારા કરવામાં આવતા પ્રેસરને કારણે દબાણ દૂર કરવામાં પાછા પગલા ભરવા પડે છે. કેટલીક વખત નેતાઓ જાહેરમાં ભલે દબાણ દૂર થાય તેવી વાતો કરતા હોય પરંતુ હકીકતે અંદરખાને દબાણને તેઓ પીઠબળ પુરૂં પાડતા હોય છે.

પોલીસરક્ષણનું બહાનું કાઢવામાં આવે છે

શાંતિનગરસહિતના કેટલાક દબાણોમાં પીજીવીસીએલને અગાઉ સૂચના આપવામાં આવ્યા પછી એક વખત કાફલો પહોંચ્યો હતો. પરંતુ વિરોધ બાદ પરત ફર્યો હતો. આવા કિસ્સામાં પોલીસના રક્ષણની માંગણી કરવામાં આવે છે. પરંતુ તેમાં પણ રક્ષણ મળ્યા પછી કાર્યવાહી કરવામાં શરમ અનુભવાતી હોવાની વાત બહાર આવી રહી છે. જેને કારણે દબાણકારોને મોકળું મેદાન મળ્યું છે.

સંકલન સમિતિમાં થયેલી ફરિયાદનો ઉકેલ લવાતો નથી

ગાંધીધામ ખાતે રેડક્રોસ બિલ્ડીંગ પાસે એક વીજ પોલ કેડેથી વાંકો થઇ જતાં ગમે ત્યારે રસ્તા પર ખાબકે તેવો ભય સર્જાયો છે. આસપાસના રહેવાસીઓ અને ધંધાર્થીઓએ તંત્રમાં લેખિતમાં અરજી કરી, થાંભલો ઉતારી લેવા જાણ કર્યા બાદ પણ કોઇ પગલાં લેવાયા હોવાનું લોકોએ જણાવ્યું હતું.

ગંભીર અકસ્માતની ગણાતી ઘડીઓ

અન્ય સમાચારો પણ છે...