તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે મહિલાઓની શાંતિ અને સલામતી માટે વિદ્યાર્થી મેળો

આજે મહિલાઓની શાંતિ અને સલામતી માટે વિદ્યાર્થી મેળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંસોમવારે કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા શાળા-કોલેજોના 400 વિદ્યાર્થીના મેળાનું આયોજન કરાયું છે, જેમાં સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાવના દૃષ્ટિકોણમાં બદલાવ લાવવા વિચાર-વિમર્શ કરવામાં આવશે.

કચ્છ મહિલા વિકાસ સંગઠન 26 વર્ષોથી કચ્છમાં લૈંગિક અસમાનતા દૂર કરી બહેનોના સશક્તિકરણ મુદ્દે કાર્યરત છે. જે કામગીરીને આગળ વધારવા મહિલાઓની શાંતિ અને સલામતીનું વાતાવરણ ઉભું કરવાનું સપનું જોયું છે, જેથી મહિલાઓની પ્રગતિ સંભવ બને. કેમ કે, શાંતિ અને સલામતી વગર પ્રગતિ સંભવ નથી. મહિલાઓની શાંતિ અને સલામતી યુવતીઓ તરફ યુવાનોની સોચ બદલવાથી સંભવ બનશે, જેથી છેલ્લા 1 વર્ષથી શાળા અને કોલેજોમાં કાર્યશાળાઓનું આયોજન પણ કરાયું છે. જેના ભાગરૂપે સોમવારે રાજારામ ગ્રાઉન્ડની નજીક આવેલા ઓર્નેટ પાર્ટી પ્લોટમાં યોજાશે, જેમાં 400 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લે તેવી શક્યતા છે. કાર્યક્રમ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સી.બી. જાડેજાના અતિથિ વિશેષ પદે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે પશ્ચિમ કચ્છ જિલ્લા એસ.પી. મકરંદ ચૌહાણ, ડીપીઇઓ મધુકાંત આચાર્ય, ડીપીઇઓ બી.આર. જરગેલા અને પ્રોટેકશન ઓફિસર અવનિ દવે રહેશે.

કેએમવીએસના કાર્યક્રમમાં શાળા-કોલેજના 400 છાત્રો ઉમટે એવી સંભાવના

અન્ય સમાચારો પણ છે...