તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માધાપરમાં બોય્સ હેન્ડબોલ સ્પર્ધા શરૂ

માધાપરમાં બોય્સ હેન્ડબોલ સ્પર્ધા શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપરસ્થિત દુન પબ્લિક સ્કુલ ખાતે યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી તેમજ કચ્છના પ્રભારી રાજેન્દ્રભાઇ ત્રિવેદીના હસ્તે બોયસ હેન્ડબોલ ર્સ્પધાનું ઉદગાટન કરાયું હતું.

રવિવારે અન્ડર-14, અન્ડર-16 તેમજ 17 વર્ષથી ઉપરના ખેલાડીઓ માટે રાજય કક્ષાની હેન્ડબોલ ર્સ્પધાને ખુલ્લી મુકતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ હર્ષપુર્વક જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જયારે રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને વિચાર સ્ફુર્તા ‘ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત’ તેવું સ્લોગન આપ્યું હતું, બાદમાં હવે ‘ખેલશે ઇન્ડીયા અને જીતશે ઇન્ડીયા’ એવું સ્લોગન આપવામાં આવ્યું છે, ત્યારે તમામ ખેલાડીઓને દિલોજાનથી રમવા માટે શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં ત્રિવેદી સાથે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, ભાડાના ચેરમેન કીરીટ સોમપુરા, સ્કુલના ચેરમેન નિતીન કેશવાણી,સ્કુલના ટ્રસ્ટી દિપેન ઠકકર, જિલ્લા રમત ગમત અધિકારી રોહિતસિંહ પરમાર, રમત ગમત વિભાગના કન્વીનર સહદેવસિંહ હાજર રહયા હતા, આયોજનમાં કોચ મનિષ પટેલ અને પ્રવિણસિંહે જહેમત ઉઠાવી હતી.

અંડર-14,16 અને 17ની ઉપરના ખેલાડીઓ લેશે ભાગ

અન્ય સમાચારો પણ છે...