તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજના વોર્ડ નં.6ની સમસ્યાનો સંકલન સાધી ઉકેલ કઢાયો

ભુજના વોર્ડ નં.6ની સમસ્યાનો સંકલન સાધી ઉકેલ કઢાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંવોર્ડ નં. 6ના નાગરિકોની સમસ્યા સાંભળવા નગરસેવકો હાજર રહ્યા હતા અને સ્થળ ઉપર ઉકેલ શોધવાની નવી પહેલ કરી હતી, જેમાં સહજીવન સંસ્થાએ સંકલન સાધવા સેતુની ભૂમિકા નિભાવી હતી.

ભુજની કાયસ્થ શેરીમાં રવિવારે સાંજે ચોકમાં બેઠક યોજાઇ હતી, જેમાં વૈજનાથ શેરી, નાના વોકળા, ઉપલીપાળ વિસ્તારના રહેવાસીઓ આવ્યા હતા. જેમને વોર્ડ નં. 6ના નગરસેવિકા ગોદાવરીબેન ઠક્કર અને જીજ્ઞાબેન ઠક્કરે સાંભળ્યા હતા. લોકોએ સફાઇ, ડોર ટુ ડોર કચરા એકત્રિકરણ અને ગટર જેવા પ્રશ્ને ચર્ચા કરી હતી. નગરસેવિકાઓએ તાત્કાલિક સેનિટેશન શાખાને કોલ કરી નિયમિત સફાઇ માટે સૂચનાઓ આપી હતી. વૈધનાથ શેરીના લોકોએ સફાઇનો મુદ્દો છેડતા તેમણે જણાવ્યું હતું કે, રૂબરૂ આવી સ્થળ ઉપર નિકાલ લાવશું. તેમણે નાગરિકોને સિવિક સેન્સના અભાવથી પણ અવગત કર્યા હતા.

સહજીવન સંસ્થાએ યોજી બેઠક

અન્ય સમાચારો પણ છે...