તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજશહેરનો જેમજેમ વિકાસ થતો જાય છે તેમતેમ સમસ્યાઓ પણ વધતી જાય છે તેમાં ઘન કચરાનો નિકાલ સૌથી મોટી સમસ્યા બનતી જાય છે ત્યારે કચરો વીણી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવાની સાથે ઘન કચરાના નિકાલમાં પણ સહભાગી થાય છે.આવા ગરીબ પરિવારો ભુજમાં જીઆઇડીસી વાંસફોડા,મુંદરા રોડ પર ભાનુશાલી નગર સામે,રેલવે પાટા પાસેના આશાપુરા નગરીમાં અંદાજે 200થી વધુની સંખ્યામાં વસે છે. એક નાના ઝૂંપડામાં આખો પરિવાર રહેતો હોય તેનો બેઠક રૂમ,બેડરૂમ અને રસોડું પણ નાની એક જગ્યામાં ત્યારે કુટુંબની મહિલા જ્યારે પણ ચા માટે,રસોઇ માટે ચૂલો ચાલુ કરે એટલે ખુલ્લા ચૂલાને કારણે ધૂમાડો ઘરના તમામ સભ્યોના શ્વાસમાં જાય જેથી આવા પરિવારોમાં અસ્થમા,ટી.બી. જેવા ફેફસાના રોગોનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે.આ ધૂમાડા રહિત ચૂલાથી પર્યાવરણની જાળવણી પણ થાય છે અને સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

આવા પરિવારોના ઉત્થાન માટે છેલ્લા બે વર્ષથી કામ કરી રહેલી સહજીવન સંસ્થાના કાર્યકરોએ ચૂલાના ધૂમાડાની સમસ્યા દૂર કરવા મંથન કર્યું અને બેંગ્લોરમાં ધૂમાડા રહિત ચૂલાનો ફર્મો બનાવતી સંસ્થા પાસેથી ફર્મો લઇ ચૂલો કેમ બનાવાય અને તેનો ઉપયોગ કેમ કરાય તે માટે લખનૌ ખાતે યોજાયેલા વર્કશોપમાં સહજીવન સંસ્થાના જેષ્ઠારામભાઇ ગોર અને અશ્વિન ભટ્ટી ગયા અને ત્યાંથી આવી ભુજમાં વસતા શ્રમજીવી પરિવારોના ઝૂંપડામાં નિર્ધૂમ ચૂલા લગાવવાના શરૂ કરી દીધા.

નિર્ધૂમ ચૂલામાં રસોઇ બનાવતી શ્રમજીવી મહિલા

ધૂમાડો બંધ થવાથી અમારી મોટી સમસ્યા મટી ગઇ

ભુજનામુંદરા રોડ પર ઝૂંપડામાં રહેતા અને છેલ્લા 15 વર્ષથી ભુજમાં કચરો વીણવાનું કામ કરી કુટુંબનું ભરણપોષણ કરતા રંભામાસીએ કહ્યું કે ચૂલાથી અમને ઘણો ફાયદો થયો છે.પહેલા ખૂલ્લા ચૂલાને કારણે અમારા બાળકો થી લઇ મોટેરાઓમાં શ્વાસની બીમારી ઘર કરી ગઇ હતી. હવે ધૂમાડો થાય તેવા ચૂલાને કારણે ઉધરસનું પ્રમાણ પણ ઘટી ગયું છે.

સહજીવન સંસ્થા ‘હોમ્સ ઇન સીટી’ અંતર્ગત ચલાવે છે અભિયાન

કેમ બને છે સ્મોક લેસ ચૂલા : ધૂમાડો પાઇપ વાટે બહાર નીકળી જાય

લખનૌમાંટ્રેનિંગ લઇ આવેલા જેષ્ઠારામ ગોરે જણાવ્યું હતું કે,આ ચૂલો બનાવવા માટે બેંગ્લોરથી લોખંડનો ફર્મો લાવ્યા છીએ ફર્મામાં 10 ઇંટો,30 કિલો ચીકણી માટી,ગોબર,એક ગમેલું રેતીથી બે બર્નર વાળો ચૂલો તૈયાર થાયછે જેમાં સૂકવેલા છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરી એક ચૂલા પર શાક કે ખીચડી ગરમ રાખી શકો છો અને બીજા માં તમે રોટલા કે રોટલી બનાવી શકો છો.આ ચૂલામાં એક જરૂરિયાત મુજબ માટીનો પાઇપ ગોઠવી તેને ઝૂંપડાની બહાર લઇ જવાય છે એટલે નાના ઘરની અંદર ધૂમાડો રહેતો નથી.

શ્રમજીવી પરિવારોને સારા સ્વાસ્થ્ય માટે અપાયા “નિર્ધૂમ ચૂલા’

અન્ય સમાચારો પણ છે...