તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ પાલિકાના ચેરપર્સન્સનો ઉત્સાહ ઓગળ્યો, ભાગ્યેજ કચેરીમાં આવે છે

ભુજ પાલિકાના ચેરપર્સન્સનો ઉત્સાહ ઓગળ્યો, ભાગ્યેજ કચેરીમાં આવે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજપાલિકામાં નવા નિશાળીયા જેવા નગરસેવકોએ પ્રારંભમાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો, પરંતુ બાદમાં ધીરે ધીરે કચેર તરફ આવવાનું ટાળી દીધું છે, જેથી તેમના વોર્ડની સમસ્યાના સમાધાન થતા નથી.

ગત વર્ષે નવેમ્બર માસમાં ચૂંટાઇને આવેલા તમામ નગરસેવકો આવતાવેત દરેક શાખાના વડાઓને ખડેપગે રાખ્યા હતા. અમુક પદાધિકારીઓએ તો શાખાના વડાની ખુરશીઓ ઉપર મહિનાઓ સુધી કબજો જમાવી લીધો હતો અને નાગરિકોની ફરિયાદો ઉપર પ્રત્યેક્ષ ધ્યાન આપવા લાગ્યા હતા. એન્જિનિયરોના મોબાઇલ ફરિયાદ પેટી હોય તેમ બધાને સંપર્ક નંબર આપી દીધા હતા, જેથી એન્જિનિયરો તેમના મૂળ કામમાં ધ્યાન આપી નહોતા શક્યા અને કલાર્કની કામગીરીમાં આવી ગયા હતા. જે 6 મહિના સુધી ચાલ્યું, પરંતુ ત્યારબાદ પદાધિકારીઓનો મોહભંગ થયો હોય તેમ ધીરે ધીરે આવવાનું બંધ કરી દીધું. દરમિયાન નાના મોટા કાર્યક્રમ થતા અને તેની પ્રેસનોટોમાં નામ આવ્યું કે નહીં તે બાબતે મનદુખ અને મતભેદો સર્જાવા લાગ્યા હતા.

વોટર સમિતિના ચેરમેન જગત વ્યાસે પ્રારંભમાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો. તેમના પ્રયાસોથી પાણી વિતરણ વ્યવસ્થા પણ સારી રીતે પાર પડી છે, પરંતુ છેલ્લા 4-5 માસથી તેઓ પણ કચેરીમાં ખાસ જોવા મળતા નથી. અલબત્ત તેઓએ અંગત રસ લઇને સમગ્ર વ્યવસ્થા જાણી લીધી છે અને સમસ્યાના ઉકેલ શોધ સતત મથતા રહ્યા છે, પરંતુ નગરપાલિકાની નબળી આર્થિક સ્થિતિનો હલ હોવાથી તેઓનો ઉત્સાહ પણ ઓગળી ગયો છે. સદનસીબે વોટર સપ્લાય બ્રાન્ચના એન્જિનિયર ભાવિક ઠક્કર પણ મહેનતું નીકળ્યા છે, પરંતુ વિસ્તાર અને વસતીના પ્રમાણમાં ઓછા મહેકમે તેમને પણ થકવી દીધા છે.

શહેરમાં સફાઇ કામગીરી રામ ભરોસે

મુખ્યઅધિકારી ગોવિંદ ચાંડપ્પા આવ્યા બાદ ઉલ્ટુ વ્યવસ્થા ખોરંભાઇ ગઇ છે, જેમાં સફાઇ કાર્ય તો બિલ્કુલ રામ ભરોસે ચાલે છે. જે બાબતે પદાધિકારીઓનો મૌન નાગરિકો માટે અકળાવનારું બની ગયું છે.

પૂર્ણકાલિન CO મળ્યા પરંતુ શહેરમાં સફાઇ કામગીરી થાળે પડતા લોકો ત્રસ્ત

અન્ય સમાચારો પણ છે...