શહિદોની વિરભૂમિ : ઝારો ડુંગર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વત 1819 શાલ માગ સુદ પંચમી લાખો મંડપો જંગ ઝારા મધ્યે ખણથી ખેલતા ખેલતા વિર વિંઝાણ ખુબ લડ્યો ભડવીર ભીમજી, વિશોજી જેવા વિર યોધ્ધાઓ શહિદ થયા શહિદીરૂપ પ્રતિક પાખિયાને સિંધૂર ચડાવી રાજપૂતો સમસ્ત કચ્છીજનો ઝારા ડુંગર પર અષાઢી બીજના જાડેજા ભાયાતો કચ્છી જનતા પાળિયાને સિંધૂર, ધૂપ, દિપથી શ્રદ્ધાંજલિ અર્પે છે. કચ્છના રાજવી ગોડજીની બાલ્યાવસ્થામાં દિવાન પુંજાશેઠે પોતાના કાર્યકાળમાં સત્તાનો દુરપયોગ કર્યો. લક્ષ્મી પોતાના ઘરમાં ભરી જુલ્મની સરિતા વહાલી કિશાનો પર શીતમ ગુજાર્યો.

રાજવી ગોડજી ગાદીએ બેસતા કચ્છની ભૂમિ માટે દુ:ખો વેઠનાર જીવણશેઠને દિવાન પદ સોપ્યું. રાજમાતને અંધારામાં રાખી પૂંજાશેઠે જે જુલ્મો કર્યા તે બદલ પૂંજાશેઠનું અપમાન કરી રાજ્ય છોડી જવાના આદેશ કરે છે. અપમાનનો બદલો લેવા પૂંજાશેઠ સિંધના બાદશાહ ગુલામશાહની શરણાગતિ સ્વીકારી કચ્છ ઉપર ચડાઇ કરવા તેમજ કચ્છની સંપત્તિ કબ્જે કરવા તેમાંથી અડધો ભાગ પોતાને મળવા સંધિ કરી. કચ્છ પર આક્રમણ કરવા પૂંજાશેઠ દેશદ્રોહી દગાબાજનો ઇલકાબ મેળવે છે. દેશ પર અાવેલી આફતનો સામનો કરવા મહારાજ ગોડજી દેશદાઝવાળા જાડેજાઓને બોલાવી વ્યુહરચના ગોઠવી સૈન્યની સરદારી વિંજાણના કુળદિપક લાખાજી મહારાજની પાઘડીમાં બે કલંગી લગાડી સર્વોની સહમિતિથી સૈન્યની સરદારી સોંપી જાડેજા ભાયાતો ખેંગારના વંશજો મોકરશી દોશી ભીયા ક્ક્કલ છછરબુરાના વંશજો, સમસ્ત કચ્છીજનો આવેલ આફત સામે ઝઝૂમતા થનગનતા હતા. લાખાજી અન્ય ભાયાતો આશાપુરાના અાશીર્વાદ મેળવી યુધ્ધ મેદાને લડવા તૈયારી કરે છે. ઝારા ઉપર ચડશો નહિ તળેટીએ લડજો, નક્કી વિજય થશે. નરાના ઠાકોર ભીમજી, વિશોજીના મસ્તક ઉડી જતાં તેમનું ધડ સૈનિકો સામે લડ્યું. વિંઝાણની સતી પોતાના પતિની કાયરતા દુર કરવા લાખાજીને પોતાનું મસ્તક શિરછેદ કરી ક્ષત્રિયાણીનું શૌર્ય સાબિત કરી બતાવે છે. જીવણ શેઠ મહારાજા ગોડજીની સલાહ આપે છે. લડાઇનું કારણ ગોડજી છે તેમને પત્ર લખી જણાવો કચ્છનું દિવાનપદ તમને સોંપાય યુધ્ધ બંધ કરાવો. પુંજાશેઠના દિકરા દેવજી સાથે રાજમાતા દાબડીમાં સફેદવાળ મોકલી સંદેશો મુકે છે, પૂંજાશેઠને ગદ્દારી સમજાય છે. સિંધી સૈનિકો સામે લડવા જાય છે. પૂંજાશેઠ, મુલજી, લાખાજી ઘાયલ વિરગતિ પામે છે. કચ્છી લશ્કરની હાર થાય છે. પૂંજાશેઠના પુત્ર દેવજીને લખપતના કારભાર સોંપી સિંધી બાદશાહ સાથે મિત્રતાનો હાથ લંબાવે છે.

મા ભોમની રક્ષા કાજે ખેલાયું ઝારાનું યુધ્ધ

લાખાજી : ખેલ ખાંડાના અમે એકજ બળથી ખેલશું રંગાયેલા મસ્તક પર રણરંગ હોળી ખેલશુ જંગ જમાલી જોરથી શત્રુઓ સંહારસુ પ્રાણ ભોગે અમારા કચ્છડાને ઉગારશું.

પૂંજાશેઠ : પરસ્પરના વેરમાં પરદેશીઓ ફાવી જશે સ્વાધીનતા જાશે કચ્છની ગુલામી આવી જશે. કલંક કાળુ પર તંત્ર નાનું તમારા શિર પર રહી જશે. વિકસાવેલ કચ્છની કુસુંપથી કરમાઇ જશે.

ગોડજી : અદભુત કલા કારીગરી કચ્છમાં નજરે ચડે અખૂટ સરિતા સમૃધ્ધિની કચ્છમાં હેલે ચડે આશાપુરાનો આશરો સ્પષ્ટ નમૂનો કચ્છ છે. પુકારીને જીગર કહેતું કચ્છ એતો કચ્છ છે.

ગીધુમતિ : પૂંજાશેઠ તમે જે સાત-સાત પેઢી જેનું નીમક ખાધું તે માલિકનું ભાવિ પરદેશીઓના હાથમાં મુકતા જરા પણ શરમાતા નથી. તલવાર તાણે ભાઇ પર ભાઇ શું જોયા કરે ઘા પડે મૂર્તિ પર પુજારી શું જોયા કરે. રિબાય રૈયત રાંકડી શું રક્ષકો જોયા કરે વેંચાય ઇજ્જત માતની સંતાન શું જોયા કરે.

ઝારા યુધ્ધના સંભારણા

સં

અન્ય સમાચારો પણ છે...